Wednesday, May 1, 2024
Homeઆજે દિવાળી : લક્ષ્મીપૂજામાં દેવીનાં 12 નામનો જાપ કરો, પૂજા કરતી વખતે...
Array

આજે દિવાળી : લક્ષ્મીપૂજામાં દેવીનાં 12 નામનો જાપ કરો, પૂજા કરતી વખતે માતાને લાલ ગુલાબ ચઢાવો

- Advertisement -

દિવાળીએ પૂજા કરતી વખતે લક્ષ્મી મંત્રનો જાપ જરૂર કરવો જોઇએ. મંત્ર જાપ કરવાથી પૂજા જલદી સફળ થઇ શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી લક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય છે. આ સ્ત્રોનો પાઠ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઇ શકે છે અને ભક્તની ઇચ્છા પૂર્ણ કરી શકે છે.

લક્ષ્મી દ્વાદશનામ સ્ત્રોત

ईश्वरीकमला लक्ष्मीश्चलाभूतिर्हरिप्रिया। पद्मा पद्मालया सम्पद् रमा श्री: पद्मधारिणी।।

द्वादशैतानि नामानि लक्ष्मी संपूज्य य: पठेत्। स्थिरा लक्ष्मीर्भवेत्तस्य पुत्रदारादिभिस्सह।।

આ સ્ત્રોતમાં દેવી લક્ષ્મીનાં 12 નામ જણાવવામાં આવ્યાં છે. ઈશ્વરી, કમલા, લક્ષ્મી, ચલા, ભૂતિ, હરિપ્રિયા, પદ્મા, પદ્માલયા, સંપદ્, રમા, શ્રી, પદ્મધારિણી. આ 12 નામનો જાપ કરવાથી ભક્તોને સ્થિર લક્ષ્મી એટલે ધન, સંતાન સુખ મળી શકે છે અને દરિદ્રતા દૂર થઇ શકે છે.

તમે ઇચ્છો તો લક્ષ્મીપૂજામાં લક્ષ્મીજીના અન્ય મંત્રનો પણ જાપ કરી શકો છો.

આ રીતે મંત્રજાપ કરી શકો છો

દિવાળીએ લક્ષ્મીપૂજા પહેલાં સ્નાન કરો. સાફ વસ્ત્ર પહેરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. દેવીને કમળ અને લાલ ગુલાબના ફૂલ અર્પણ કરો. વસ્ત્ર, પુષ્પહાર, કંકુ વગેરે પૂજન સામગ્રી ચઢાવો. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. લક્ષ્મી મૂર્તિ સામે આસન લગાવીને બેસવું અને સ્ફટિકની માળાની મદદથી 108 વાર મંત્રનો જાપ કરો. આસન કુશનું હોય તો વધારે સારું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular