Friday, May 3, 2024
HomeગુજરાતGUJARAT : દાહોદના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈબહેનઓના મોત, પરિવાર પર...

GUJARAT : દાહોદના તળાવમાં નહાવા પડેલા બે પિતરાઈ ભાઈબહેનઓના મોત, પરિવાર પર આભ તૂટ્યું

- Advertisement -

વેકેશન શરૂ થઇ ગયું છે, ત્યારે માતા પિતાએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરુર છે. અજાણી જગ્યા પર માતા પિતાનું બાળકો પરથી થોડું પણ ધ્યાન હટ્યું તો મોટી મુશ્કેલીમાં મૂકાય શકે છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે. જણાવી દઈએ કે, ઝાલોદના મોટીહાંડી ગામે તળાવમા ન્હાવા જતા પિતરાઈ ભાઈ-બહેન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બન્નેના મોત નીપજ્યાં છે.

મળતી વિગતો મુજબ, દાહોદ જિલ્લાના મોટીહાંડી ગામે મામાના ઘરે વેકેશન માણવા આવેલા 2 બાળકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. જે બાદ બંન્ને બાળકો તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બન્નેના મોત નીપજ્યાં છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. બન્ને બાળકોના મોતની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઝાલોદના મોટીહાંડી ગામે ધામણખોબરા ફળિયામાં પોતાના મામાના ઘરે વેકેશન માણવા આવેલા રાધેભાઈ દિલીપભાઈ નરસીંગભાઈ અને દિપીકાબેન તાનસીંગભાઈ કટારા આ બંન્ને પિતરાઈ ભાઈ-બહેન આજરોજ ગામમાં આવેલા એક તળાવમાં ન્હાવા ગયાં હતાં. જોતજોતામાં તળાવના ઉંડા પાણીમાં બાળકો ગરકાવ થઈ જતાં બુમાબુમ મચી હતી.

આ ઘટનાને પગલે સ્થાનીક તરવૈયાઓએ બંન્ને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યાં હતાં, પરંતુ બન્ને બાળકોના તળાવમાં ડુબી જવાના કારણે મોત નીપજ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર બંન્ને બાળકોના પરિવારજનો આવી પહોંચ્યાં હતાં. જ્યાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો . ઘટનાની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનો પણ ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.બન્ને મૃતક પિતરાઈ ભાઈ-બહેનનો કબજો લઈ નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાંત્યારે ઉપરોક્ત ઘટનાને પગલે સ્થાનીક પોલીસ દ્વારા અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે હાલ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે તેવા સમયે બાળકોનું માતા-પિતા તેમજ સ્વજનો દ્વારા ખાસ ધ્યાન રાખવુ જોઈએ. બાળકો રમતા રમતા જળાશયો, છાબા પર ચઢી જતાં હોય છે તેમજ રમતા રમતા જાહેર રસ્તાઓ ઉપર પણ પહોંચી જતાં હોય છે. આવા સમયે બાળકો સાથે દુર્ઘટના સર્જાઈ જતી હોય છે ત્યારે આવા સમયે વાલીઓ દ્વારા પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તે અત્યંત આવશ્યક છે. સાવચેતીના ભાગરૂપે બાળકોના આવા સ્થળોએ એકલા જવા દેવા જોઈએ નહીં.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular