Friday, May 3, 2024
HomeગુજરાતGUJARAT: ભાવનગરમાં વૃદ્ધનું નિધન થતા પરિવારે દેહ અને ચક્ષુઓનુ દાન કર્યા....

GUJARAT: ભાવનગરમાં વૃદ્ધનું નિધન થતા પરિવારે દેહ અને ચક્ષુઓનુ દાન કર્યા….

- Advertisement -

ભાવનગરમાં રહેતા હર્ષદરાય શાહનું 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. નિધન બાદ હર્ષદરાય શાહનાં પરિવારજનોએ તેમના ચક્ષુઓ અને દેહનુ દાન કર્યું હતું. ભાવનગર રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ દાન સ્વીકારવામામં આવ્યું છે.

ભાવનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ચક્ષુદાન અને દેહદાનની સેવામાં રાજ્યમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અને આ સેવાઓ સાથે આપણા દેશમાં લાખો લોકોને નવુ જીવન મળ્યું છે. ઇન્ડિયન રેસ્ક્રોસ સોસાયટી દ્વારા 24 કલાક ચક્ષુદાન અને દેહદાન સ્વીકારવામાં આવે છે. ભાવનગર રહેતા હર્ષદરાય પરમાનંદદાસ શાહ(ઉંમર વર્ષ 79)નું નિધન થયું હતું. નિધન થતા પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન કર્યું હતું. હર્ષદરાય શાહની પણ મૃત્યુ પછી ચક્ષુદાન અને દેહદાનની ઇચ્છા હતી. ઇચ્છા મુજબ પરિવારે ચક્ષુદાન અને દેહદાન કર્યું હતું.

ભાવનગર રહેતા હર્ષદરાય પરમાનંદદાસ શાહ(ઉંમર વર્ષ 79)નું નિધન થયું હતું. નિધન થતા પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન કર્યું હતું. રેડક્રોસ દ્વારા આ 5230 મુ ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું. ડો.પ્રકાશ ભટ્ટ અને રેડક્રોસની મેડિકલ ટિમ દ્વારા ચક્ષુદાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અને ભાવનગરનું 1020 મુ દેહદાન સ્વીકારવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લા રેડ ક્રોસ સોસાયટી શાખાના અધિકારી સુમિતભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ દેહદાન સ્વીકારવાની શરૂઆત વર્ષ 1968માં ભાવનગર શહેરના માનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. બાદ વર્ષ 1995 ની સાલમાં ભાવનગર રેડ ક્રોસ સોસાયટીને સુપ્રત કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય કામ દેહદાન, ચક્ષુદાન અને અંગદાન સ્વીકારવાનો છે. સમગ્ર ભારતભરમાંથી ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે, જે જિલ્લામાંથી અત્યાર સુધીમાં 1,019 દેહદાન મળ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular