Wednesday, May 1, 2024
Homeપ્રાંતિજ : મીઠાઇ અને ફરસાણ ની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થો કરાયો...
Array

પ્રાંતિજ : મીઠાઇ અને ફરસાણ ની દુકાનો ખોલાવી વાસી ખાદ્ય જથ્થો કરાયો નાશ.

- Advertisement -

સાબરકાંઠા : પ્રાંતિજ ખાતે મીઠાઇ અને ફરસાણની બંધ દુકાનો ખોલાવી બગડી ગયેલ ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તો પ્રાંત અધિકારી , પ્રાંતિજ મામલતદાર, ચીફ ઓફિસર ની ઉપસ્થિતમાં બગડી ગયેલા ખાદ્ય પ્રદાર્થો નો નાશ કરવામાં આવ્યો હતો.

 

 

પ્રાંત અધિકારી પ્રાંતિજ મામલતદાર તથા ચીફ ઓફિસર રહ્યા હાજર .
દુકાનોમાં રહેલ વાસી માલ નાશ કરવામાં આવ્યો.
દુકાનો બંધ રહેતા ખાદ્યનો માલ જવાથી કરાયો નાશ.

 

 

ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોના વાયરસની દહેશતને લઇને લોકડાઉન થયા ને આશરે ૩૮ દિવસનો સમય ગાળો થવા આવ્યો છે. ત્યારે લોકડાઉન દરમ્યાન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલ ફરસાણ તથા મીઠાઈની ખાદ્ય ની દુકાનો સહિત ખાણી પીણીની દુકાનો બંધ રહેતા દુકાનોમાં રહેલ જે માલ બગડી ગયેલ છે તે માલ વેપારીઓ દ્વારા ગ્રાહકોને લાલચમાં આવી આપી ના દેવાય તે માટે આજે પ્રાંતિજ તાલુકામાં આવેલ ખાણી પીણીની દુકાનો સહિત ની ફરસાણ મીઠાઇની દુકાનોમાં રહેલ બગડી ગયેલ માલ અને એકસ્પાઇટડેટ થયેલ માલ નો નાશ કરવામાં આવ્યો હતો.

 

 

પ્રાંતિજ – તલોદના પ્રાંત અધિકારી, પ્રાંતિજ મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર, પુરવઠા અધિકારી, નગરપાલિકા સેનિટેશન ઓફિસર સહિત નગરપાલિકા ની ટીમ ની સમક્ષ આ ખાદ્ય પ્રદાર્થો નો નાશ કરવામાં આવ્યો હતો.

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular