Friday, April 26, 2024
Homeકોરોનાની અસર : લોકડાઉન દરમિયાન પીપાવાવ પોર્ટ કન્ટેઇનર સ્ટોરેજ પર કોઈ ચાર્જ...
Array

કોરોનાની અસર : લોકડાઉન દરમિયાન પીપાવાવ પોર્ટ કન્ટેઇનર સ્ટોરેજ પર કોઈ ચાર્જ વસુલ કરશે નહી

- Advertisement -
  • લોકડાઉનના કારણે ડાઉનસ્ટ્રીમ સર્વિસીસને અસર થઇ હોય કંપનીએ નિર્ણય કર્યો
  • ફ્રી સ્ટોરેજ સુવિધાથી લોજિસ્ટિક અને સપ્લાય ચેઇનને જાળવવામાં મદદ મળશે

બિઝનેસ ડેસ્ક : તાજેતરમાં કોવિડ-19 રોગચાળાને કારણે સરકારે જાહેર કરેલા લોકડાઉન વચ્ચે એક્ષ્ટેન્ડેડ લોજિસ્ટિક ચેઇન સાથે ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી ઓફર કરવા તથા વસ્તીની સલામતી સુનિશ્ચિત કરવા એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે 1થી 15 એપ્રિલ સુધી તમામ કન્ટેઇનર્સ માટે ફ્રી સ્ટોરેજ સર્વિસ લંબાવી છે. એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજીંગ ડાયરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, અમારા પોર્ટ પર ફ્રી સ્ટોરેજ સર્વિસનું એક્ષ્ટેન્શન તેમની ચીજવસ્તુઓની આગળ અવરજવર માટે અમારા ગ્રાહકોને ફ્લેક્સિબિલિટી આપશે. અમે આ પડકારજનક સમયમાં અમારા ગ્રાહકો માટે સપ્લાય ચેઇનને સરળ બનાવશે. સામાન્ય સંજોગોમાં પોર્ટ પર ડોમેસ્ટિક કન્ટેઇનર માટે 7 દિવસ અને ઇન્ટરનેશનલ કન્ટેઇનર માટે 10 દિવસ ફ્રી સ્ટોરેજની સુવિધા આપવામાં આવે છે. આનાથી વધુ સમય થાય તો તેના પર ચાર્જ વસુલ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular