Saturday, May 4, 2024
Homeવિડીયો : કોમોડિટી : સોનાના વાયદામાં રૂ.56 અને ચાંદીમાં રૂ.796ની વૃદ્ધિ
Array

વિડીયો : કોમોડિટી : સોનાના વાયદામાં રૂ.56 અને ચાંદીમાં રૂ.796ની વૃદ્ધિ

- Advertisement -

કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સ ઓક્ટોબર વાયદો 15,400ના સ્તરે ખૂલી, ઊંચામાં 15,571 અને નીચામાં 15,309ના મથાળે અથડાઈ, ઈન્ટ્રા-ડેમાં 262 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 61 પોઈન્ટ વધી 15,532ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સ 169.69 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 172.21 પોઈન્ટ વધી 11,444.79ના સ્તરે બંધ થયો હતો.

હવે કીમતી ધાતુઓની વાત કરીએ તો વિશ્વબજારમાં 1 ઔંશદીઠ સોનું 1900 ડોલર બોલાતું હતું, જ્યારે ચાંદી 23.94 ડોલર બોલાતી હતી. આ સામે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામદીઠ 99.50ના રૂ.51,900 અને 99.90ના રૂ.52,100 બોલાતા હતા, જ્યારે અમદાવાદ ખાતે હાજર ચાંદી કિલોદીઠ .999ના રૂ.61,200 બોલાતા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

હવે વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,230ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.50,719 અને નીચામાં રૂ.50,030ના સ્તરને સ્પર્શી અંતે .56 વધી રૂ.50,626ના સ્તરે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો રૂ.3 ઢીલો રહી બંધમાં રૂ.40,788ના ભાવ 8 ગ્રામદીઠ રહ્યા હતા. આ સામે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.3 સુધરી રૂ.5,132 બોલાયો હતો, જ્યારે સોનાનો મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ .45 વધી રૂ.50,704 થયો હતો.

એમસીએક્સનો ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.60,737ના મથાળે ખૂલી, ઊંચામાં રૂ.62,365 અને નીચામાં રૂ.60,259ના મથાળે અથડાઈ અંતે રૂ.796ના ઉછાળા સાથે રૂ.60,941ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કિલોદીઠ રૂ.766 અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.783 વધ્યો હતો.

કૃષિચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.3.50 ઘટી રૂ.1,038, રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.110 વધી રૂ.18,350, ક્રૂડ પામતેલ અથવા સીપીઓનો ઓક્ટોબર વાયદો 10 કિલોદીઠ રૂ.1.70 વધી રૂ.759.50 અને મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.11.40 ઘટી રૂ.935.60ના સ્તરે બંધ થયા હતા.

એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.2,790ના સ્તરે ખૂલી, અંતે રૂ.62 વધી રૂ.2,899 બંધ થયો હતો, જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.12.80 વધી રૂ.195.40 બંધ રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular