GUJARAT : અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા

0
47
meetarticle


અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે! જેલમાં સબડતા ગુનેગારો બહાર આવીને બેફામ બન્યા છે. બોબી હત્યા પ્રકરણનો સજા કાપી રહેલો આરોપી મોન્ટુ નામદાર પેરોલ પર મુક્ત થતાં જ કાયદાને ખિસ્સામાં લઈને ફરતો હોય તેમ વર્તી રહ્યો છે.


હા, આ એ જ મોન્ટુ નામદાર છે જે બોબી હત્યાકાંડમાં સજા ભોગવી રહ્યો છે. પેરોલ પર બહાર આવતાની સાથે જ આ કુખ્યાત આરોપીએ ખાડિયા વિસ્તારમાં પોતાના ઘર પાસે દારૂના ફૂલ નશામાં ધમાલ મચાવી. જાહેર રોડ પર ફટાકડા ફોડીને કલાકો સુધી ટ્રાફિક જામ કરી દીધો. આટલેથી જ આ શખ્સ અટક્યો નહીં, નશાની હાલતમાં તેણે બોબી હત્યાકાંડના મૂળ ફરિયાદીને જાહેરમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી!



ખુલ્લેઆમ મળેલી આ ધમકી બાદ ડરેલા ફરિયાદીએ તાત્કાલિક પોલીસ મથકે દોડી જઈ મોન્ટુ નામદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પણ અહીં સવાલ એ ઊભો થાય છે કે… શું આ કુખ્યાત ગુનેગારને કાયદા કે ખાખીનો કોઈ ડર જ નથી રહ્યો?

જનતા આજે સવાલ પૂછી રહી છે કે, શું પોલીસની ઢીલી નીતિના કારણે આવા ગુનેગારો બેફામ બની રહ્યા છે? કે પછી પોલીસ પોતે જ આવા તત્વો સામે ઢીલ મૂકીને તેમને મોટો ગુનેગાર બનવામાં મદદ કરી રહી છે? પેરોલ પર છૂટેલો આરોપી જાહેરમાં દારૂ પીને ધમાલ મચાવે અને ધમકીઓ આપે, ત્યારે ખાડિયા પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ કાયદાના દુશ્મન સામે કેવા કડક પગલાં ભરે છે!

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here