રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વણશોધાયેલા મિલકત વિરોધી ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળના ખીરસરા ગામે ભરદિવસે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.

રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ અને એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઈ. વી.વી. ઓડેદરાની ટીમ આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કાર્યરત હતી. એલસીબી સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને ડોગ સ્કોડની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે, ટીમ દ્વારા ખીરસરા ગામથી પડવલા જવાના રસ્તા પર વોચ ગોઠવવામાં આવી હતી. જ્યાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા બે શખ્સોની પૂછપરછ કરતા તેઓએ ખીરસરા ગામે થયેલી દિવસની ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે આ ગુનામાં પિતા-પુત્રની જોડીની ધરપકડ કરી છે, જેમના નામ જકશીભાઇ ઉર્ફે જગો બાઘુભાઇ (બાબુભાઇ) વાઘેલા તથા તેમનો પુત્ર કીશનભાઇ જકશીભાઇ વાઘેલા (રહે.બંને ખીરસરા ગામ, પડવલા રોડ, તા. ઉપલેટા) ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડ રકમ અને અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરી છે જેમાં
રોકડ રકમ: ₹૨,૦૧,૦૦૦/-
મોબાઇલ ફોન: ૨ નંગ (કિંમત ₹૧૦,૦૦૦/-) ગોંડલ માર્કેટ યાર્ડનું જય દ્વારકાધીશ ટ્રેડિંગ કંપનીનું બિલ.
કુલ કિંમત: ₹૨,૧૧,૦૦૦/- કબજે કરવામાં આવ્યું હતું
આ કામગીરીમાં એલ.સી.બી.ના પી.આઈ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઈ. એચ.સી.ગોહીલ, આર.વી.ભીમાણી, કે.એમ.ચાવડા તથા એ.એસ.આઈ. બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોદીયા, તથા હેંડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, મનીષભાઇ વરૂ, રમણીકભાઇ મણવર, અર્જુનભાઇ ડવેરા, મનદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ જાડેજા, નીંકુજભાઇ સુતરીયા, ઇશીતભાઇ માણાવદરીયા, શક્તિસિંહ ઝાલા, ભરતભાઇ ગમારા અને અબ્દુલભાઈ શેખ સહિતની ટેકનિકલ અને ડોગ સ્કોડની ટીમો જોડાઈ હતી.

