TOP NEWS : PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિ કન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન

0
55
meetarticle

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય સેવા અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જતી અનેક મહત્વકાંક્ષી યોજનાઓની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની શરૂઆત કરશે અને ગુજરાતમાં સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં એક અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે.

રાજસ્થાનમાં ‘સ્વસ્થ નારી, વિકસિત ભારત’નો સંકલ્પ

વડાપ્રધાન સવારે અંદાજે 11:30 વાગ્યે રાજસ્થાનના અજમેર પહોંચશે, જ્યાં તેઓ ₹16,680 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. આ પ્રવાસની સૌથી મહત્ત્વની કડી 14 વર્ષની કિશોરીઓ માટે ‘હ્યુમન પેપિલોમાવાયરસ'(HPV) રસીકરણ અભિયાન છે. આ રસી મહિલાઓમાં થતા સર્વાઈકલ કેન્સરને રોકવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. આ ઉપરાંત, પીએમ મોદી રાજ્યના 21,800થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો પણ એનાયત કરશે.

સાણંદમાં ‘મેડ-ઇન-ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપનો નવો અધ્યાય

બપોરે અંદાજે 3:45 વાગ્યે વડાપ્રધાન ગુજરાતના સાણંદ ખાતે પહોંચશે. અહીં તેઓ ‘માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’ના સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ(ATMP) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. ₹22,500 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્લાન્ટ ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં મજબૂત સ્થાન અપાવશે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ પણ શરૂ થઈ ગયું છે.

ઝડપી પ્રગતિનું ઉદાહરણ

ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન(ISM) હેઠળ મંજૂર થયેલો આ પહેલો પ્રોજેક્ટ છે, જેનું શિલાન્યાસ સપ્ટેમ્બર 2023માં કરવામાં આવ્યું હતું. માત્ર ટૂંકા ગાળામાં નિર્માણ કાર્ય પૂર્ણ કરીને ઉત્પાદન શરૂ કરવું એ ભારતની બદલાતી કાર્યક્ષમતા અને વ્યૂહાત્મક રોકાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પીએમ મોદીના આ પ્રવાસથી ગુજરાતમાં રોજગારીની નવી તકોની સાથે હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ મોટી તેજી આવવાની અપેક્ષા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here