HEALTH : ગરમીમાં શું ડુંગળી ખાવાથી ખરેખર હિટસ્ટ્રોક અને લૂથી બચી શકાય, જાણો હકીકત…

0
40
meetarticle

ગરમીઓ આવવાની સાથે જ લૂ લાગવાનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં તેજ ધૂપ અને ગરમ હવાઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. તેવામાં લોકો ગરમીથી બચવા માટે અનેક રીતો અપનાવે છે ઉનાળાના આગમન સાથે, દેશના ઘણા ભાગોમાં તાપમાનનો પારો 40થી પણ વધુ વધી જાય છે. સૂર્યનો આકરા તડકો અગનજવાળા સમાન લાગે છે. મોટા હોય કે બાળકો ગરમીમાં ઘરની બહાર ફરતા બીમાર પડી જાય છે. ગરમીમાં હિટસ્ટ્રોક અને લૂ વધુ લાગે છે. જેના કારણે તાવ, ખાસી આવવી અને કયારેક ડાયરિયા જેવી સ્વાસ્થ્ય સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ બીમારીથી બચવા ઘરેલુ ઉપાયો કરવા લાગે છે. આગ ફેંકતી ગરમીમાં શરીરને ઠંડુ રાખવું જરૂરી છે. ગરમીમાં ડુંગળી હીટસ્ટ્રોક સામે રક્ષણ આપે છે આ વર્ષો જૂનો દાદીમાનો નુસખો છે. શું ડુંગળી ખાવાથી ખરેખર ગરમીમાં હિટસ્ટ્રોક અને લૂથી બચી શકાય છે જાણો હકીકત.

ડુંગળીમાં ક્યા-ક્યા તત્વો છે?

ડુંગળીમાં વિટામીન સી, વિટામીન બી 12, ફોલેટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, એન્ટીઓક્સિડેન્ટ, સલ્ફર કંપાઉન્ડ્સ અને ભરપૂર પાણી પી શકાય છે. તેની તાસીર ઠંડી હોય છે અને આ કારણ છે કે લોકો ગરમીમાં ડુંગળી વધારે ખાય છે, જેનાથી શરીરમાં ઠંડુ રહે છે.

હિટસ્ટ્રોક અને લૂ સામે ડુંગળી અસરકારક
પરંપરાગત માન્યતાઓ અને આયુર્વેદિક દૃષ્ટિકોણ મુજબ, ઉનાળામાં ડુંગળીનું સેવન હિટસ્ટ્રોક અને લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે. ડોકટરો અને તબીબી વિજ્ઞાન માને છે કે શરીરનું તાપમાન ખૂબ વધી જાય છે અને શરીર પોતાને ઠંડુ રાખવામાં અસમર્થ હોય છે ત્યારે ગરમીથી દુખાવો થાય છે. તેથી, તેને રોકવા માટે પાણી, ઇલેક્ટ્રોલાઇટ્સ અને સૂર્ય સુરક્ષા જરૂરી છે.

ડુંગળી કેવી રીતે રક્ષણ આપે છે?

ગરમીમાં શરીરને ઠંડક આપવું જરૂરી છે. ડુંગળીની તાસીર ઠંડી હોય છે, જે શરીરના આંતરિક તાપમાનને જાળવી રાખવામાં અને ગરમીને કારણે વધતા તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડુંગળીમાં રહેલા અમુક તત્વો શરીરના સ્વેદ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી પરસેવો આવે છે અને શરીર કુદરતી રીતે ઠંડુ પડે છે. ડુંગળીમાં એન્ટીઑકિસડન્ટ ગુણો છે. તેમાં રહેલા ‘ક્વેર્સેટિન’ (Quercetin) જેવા ફ્લેવોનોઈડ્સ શરીરમાં ગરમી સામે લડવાની ક્ષમતા વધારે છે.

ઉપયોગ કરવાની સાચી રીત

કાચી ડુંગળીનું સેવન ગરમીમાં ફાયદાકારક છે. બપોરના ભોજનમાં સલાડ તરીકે કાચી ડુંગળી ખાવી સૌથી વધુ હિતકારી છે. જો કોઈને લૂ લાગી ગઈ હોય, તો ડુંગળીનો રસ કાઢીને તેને હથેળી અને પગના તળિયે ઘસવાથી શરીરની ગરમી ઓછી થાય છે. આજે પણ ગ્રામીણ વિસ્તારોમાં એવી પણ માન્યતા છે કે ડુંગળી ખિસ્સામાં રાખવાથી તે આસપાસની ગરમી શોષી લે છે. જોકે વૈજ્ઞાનિક રીતે તેનું સેવન કરવું વધુ ફાયદાકારક છે.

શું કહે છે સાયન્સ

સાયન્સ મુજબ, ડુંગળી ખાવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં કમ્પાઉન્ડ કેરસેટિનમાં એન્ટી-ફ્લેમેટરી ગુણ હોય છે. જે શરીરને ઠંડક આપે છે. તેમાં ખોરાક ખાવાખી શરીરને તાપમાન સામન્ય અને હાઇડ્રેટેડ પણ રહે છે. સાથે રાખવાથી આ ગરમી કે લૂથી બચી શકાય છે, હજી સુધી આ વાતનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. હેલ્થ એક્સપર્ટ અનુસાર, જ્યારે તમે ખિસ્સામાં ડુંગળી રાખો છો તો તેમાં શરીરના તાપમાનમાં કોઇ ફર્ક નહીં પડે. તેનો સીધો મતલબ છે કે ડુંગળી ખાવાથી શરીરને ઠંડક મળે છે પરંતુ તેની સાથે રાખવાથી હીટસ્ટ્રોક કે લૂથી નહીં બચી શકે છે.

ગરમી અને લૂ થી બચવા માટે શું કરવું?

જરુર વિના બપોરે 12થી 3 સુધી બહાર ના નીકળો.

મોઢુ અને માથા પર કપડુ બાંધી લો

નારિયેળ પાણી, તરબૂચ, ખીરા જેવા ફળ ખાવા જોઇએ

ગ્લૂકોઝ પાણી પાવો અને થોડી થોડી વારે પાણી પીતા રહો

હળવા કપડા પહેરો

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here