Saturday, April 27, 2024
Homeહિંમતનગર : પતિ-પાંચ બાળકોની સામે જ મહિલા સાથે ગેંગરેપ
Array

હિંમતનગર : પતિ-પાંચ બાળકોની સામે જ મહિલા સાથે ગેંગરેપ

- Advertisement -

હિંમતનગરઃ હિંમતનગરને અડીને આવેલા ગઢોડા ગામની સીમમાં શનિવારે મળસ્કે ખેતરમાં આવેલા પાંચ શખ્સોએ ગાડી બંધ થઇ ગઇ છે પાણી જોઇએ છે કહી ખેતમજૂર મહિલા, પતિ અને પાંચ બાળકોને ઓરડીમાં લઇ જઇ બે નરાધમોએ પતિ અને પાંચ બાળકોની નજર સામે જ 30 વર્ષિય મહિલા સાથે દુષ્કર્મ આચારવાની ધૃણાસ્પદ ઘટના બહાર આવી છે. એડિવિઝન પોલીસે પાંચેય નરાધમોના વર્ણનને આધારે આઇપીસી 376- ડી ગેંગરેપ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શનિવારે મળસ્કે ત્રણેક વાગ્યાના સુમારે દાહોદ જિલ્લાના વતની અને ગઢોડા ગામના ખેતરમાં રહેતા પરિવાર સાથે અનહોની બની ગઇ હતી. પાંચ શખ્સો ખેતરમાં આવ્યા હતા અને ગાડી બંધ થઇ ગઇ છે પાણી જોઇએ છે કહી ખેતમજૂર મહિલા જેનો પતિ અને પાંચ બાળકોને જગાડી ખેતરની ઓરડીમાં પૂરી દીધા હતા અને પાંચ શખ્સો પૈકી બે શખ્સો ઓરડીમાં ગયા હતા અને મારી નાખવાની ધમકી આપી પતિ અને પાંચ બાળકોની નજર સામે જ બે નરાધમોએ 30 વર્ષિય મહિલાને વારાફરતી પીંખી નાખી હતી અને ત્યારબાદ ઓરડીમાંથી બહાર નીકળતા અગાઉ પતિને પણ માર માર્યો હતો અને તમામને અંદર પૂરી દઇ ઓરડીનુ બારણુ બહારથી બંધ કરી દીધુ હતુ. ગેંગરેપનો ભોગ બનનાર પિડીતાની ફરિયાદને પગલે એડિવિઝન પોલીસે વર્ણનને આધારે પાંચ શખ્સો વિરુદ્ધ આઇપીસી 376- ડી ગેંગરેપ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular