Friday, April 26, 2024
Homeકચ્છ : ઓસ્ટ્રેલિયામાં સ્થાયી માંડવીના યુવાને કારમાં મોદીની નેમ પ્લેટ લગાવી
Array

કચ્છ : ઓસ્ટ્રેલિયામાં સ્થાયી માંડવીના યુવાને કારમાં મોદીની નેમ પ્લેટ લગાવી

- Advertisement -
  • 19 MODI લખેલી પ્લેટ માટે સરકારને 210 ડોલર ચૂકવ્યા
  • માંડવીઃ મૂળ માંડવીના અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા યુવાને પોતાની ટોયટો કારમાં મોદીના નામ સાથેની પ્લેટ લગાવતાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ માટે તેણે સરકારને 210 ડોલર ચૂકવ્યા હતા.સિડનીમાં નેપિયન હોસ્પિટલમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રોહિત રાઠોડે પોતાની કારમાં 19 MODI લખેલી પ્લેટ લગાવી હતી. આ માટે તેમણે ઓસ્ટ્રેલિયન રોડ એન્ડ ટ્રાફિક ઓથોરિટીને નિયમોનુસાર 210 ડોલર ચૂકવ્યા હતા. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકે શાસન ધૂરા સંભાળી ત્યારે પણ આ યુવાને 200 ડોલર ખર્ચીને મોદીની નેમ પ્લેટ મેળવી હતી. માંડવીની શાળાના ભૂતપૂર્વ આચાર્ય જયંતીભાઇ રાઠોડના આ પુત્રે આવી રીતે મોદી પ્રત્યેનો અનોખો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular