હ્યુન્ડાઈની 7 સીટર ક્રેટા પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ, ઇન્ટિરિયર, એક્સટિરિયર અને એન્જિન કેવું હશે જાણો

0
0

હ્યુન્ડાઈની 7 સીટર ક્રેટા ભારતમાં પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ છે. તેની ઇમેજ જોઇને એ સ્પષ્ટ થઈ જાય છએ કે આ 7 સીટ સાથે આવશે. આ મોડેલનું નામ કંઇક યૂનિક રાખવામાં આવી શકે છે. આ મોડેલ 5 સીટર કરતાં વધારે લાંબું લાગી રહ્યું છે. રિઅર વ્હીલ પછી કારની લંબાઈ જોઇને એ સ્પષ્ટ થાય છે કે તેમાં થર્ડ રો અંદર રાખવામાં આવશે.

7 સીટર ક્રેટાનું ઇન્ટિરિયર અને એક્સટિરિયર

  • રિપોર્ટ અનુસાર, ક્રેટાના 7 સીટર વર્ઝનમાં નવા રેપરાઉન્ડ LED ટેલલેમ્પ, નવા ટેલગેટ અને બંપર સામેલ છે. તેની ફ્રંટ ગ્રિલ પણ ફરીથી બનાવાઈ છે. તેમજ, સ્પ્લિટ હેડલેમ્પ ક્લસ્ટર અને બંપર 5 સીટર મોડેલની જેમ જ રાખવામાં આવ્યું છે.
  • ઇન્ટિરિયરમાં બ્લુલિંક કનેક્ટિવિટી, ઓટોમેટિક ક્લાયમેટ કંટ્રોલ, 6 એરબેગ્સ, લેધર સીટ અપહોલ્સ્ટ્રી, પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જર, એર પ્યુરિફાયર સાથે 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળી શકે છે.
  • 7 સીટર ક્રેટામાં 1.4 લિટરનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે 140PS પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન ઓપ્શનને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં આપવામાં આવી શકે છે. આ 7 સ્પીડ ડ્યુઅલ-ક્લચ AMTમાં મળી શકે છે.
  • આ સેગમેન્ટમાં પહેલેથી જ MGએ હેક્ટર પ્લસ લોન્ચ કરી દીધી છે. તેમજ, ટાટા મોટર્સ હેરિયર બેઝ્ડ ગ્રેવિટાસ 7 સીટર લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here