Sunday, April 28, 2024
Homeઅંબાજી : બનાસકાંઠા જિલ્લામાં અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠન માં રિતિક સરગરાની સંગઠન...
Array

અંબાજી : બનાસકાંઠા જિલ્લામાં અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠન માં રિતિક સરગરાની સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી.

- Advertisement -
બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી માં વસવાટ કરતા અને યુવા નેતાની છાપ ધરાવતા રિતિક સરગરાની અખંડ રાષ્ટ્ર નિર્માણ યુવાસંગઠનમાં બનાસકાંઠા જિલ્લા સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠનના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ રાકેશ ચૌધરી પાલનપુર દ્વારા રિતિક સરગરાની  સેવાકીય પ્રવૃત્તિ, ગૌરક્ષા અને સમાજ સેવાથી પ્રભાવિત થઈ અને રિતિક સરગરાને બનાસકાંઠા જિલ્લા સંગઠન મહામંત્રી પદ સોપાયું હતું.
રિતિક સરગરા કે જે ગુજરાત સહિત ભારતના વિવિધ હિન્દુવાદી અને રાષ્ટ્રવાદી વિચાર ધારા ધરાવતા અનેક સંગઠનો સાથે સંકળાયેલા છે છે ત્યારે રિતિક સરગરા કે જે સમાજ સેવા, ગૌસેવા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને આ સેવાકીય પ્રવૃત્તિ થી પ્રભાવિત થઈ પાલનપુરના રાકેશ ચૌધરી કે જે અખંડ રાષ્ટ્રીય નિર્માણ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમના દ્વારા રિતિક સરગરાને બનાસકાંઠા જિલ્લા સંગઠન મહામંત્રી તરીકે પદ આપવામાં આવ્યું હતું અને રાકેશ ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે હાલમાં હું અને મારા સાથી મિત્રો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ટૂંક સમયમાં મજબૂત ટીમ ઊભી કરી અને સેવામાં જોડાઈ શું અને તેના પછી ઉત્તર ગુજરાત અને પછી ગુજરાતમાં ટીમ બનાવી અને પૂરા ગુજરાતમાં અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠન ની એક મજબૂત ટીમ ઊભી કરી અને લોકોના મદદ ની પડખે ઊભા રહીને લોકોની મદદ કરીશું તેવું. રાકેશ ચૌધરી રાષ્ટ્રીય અધ્યક્ષ અખંડ નિર્માણ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું..રિતિક સરગરા જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં બનાસકાંઠા જિલ્લામાં અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠનની ટીમને મજબૂત કરી અને કાર્યકર્તાઓમાં જોડી અને એક નવી ટીમ ઊભી કરી અને બનાસકાંઠા જિલ્લામાં પણ જ્યાં અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠન ની જરૂર પડશે ત્યાં અખંડ રાષ્ટ્ર નિર્માણ સંગઠનની પૂરી ટીમ ઊભી રહી અને પોતાની ફરજ અદા કરી અને જે શક્ય હશે તેટલી પોતાના તરફથી મદદ કરીશું તેવું રિતિક સરગરા એ જણાવ્યું હતું…..
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular