Friday, May 3, 2024
HomeNATIONALNATIONAL: રાજૌરીમાં મસ્જિદમાંથી બહાર આવતા એક વ્યક્તિ પર થયું અંધાધૂંધ ફાયરિંગ

NATIONAL: રાજૌરીમાં મસ્જિદમાંથી બહાર આવતા એક વ્યક્તિ પર થયું અંધાધૂંધ ફાયરિંગ

- Advertisement -

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. જ્યારે તે મસ્જિદમાંથી બહાર આવ્યો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ અબ્દુલ રઝાકને નજીકથી ગોળી મારી હતી. હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ અબ્દુલ રઝાક તરીકે થઈ છે. તે થાનામંડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુંડા ટોપ ગામનો રહેવાસી હતો. જ્યારે તે મસ્જિદમાંથી બહાર આવ્યો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે, આતંકવાદીઓએ અબ્દુલ રઝાકને નજીકથી ગોળી મારી હતી. હુમલાખોરોની શોધમાં વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. રઝાકનો ભાઈ ટેરિટોરિયલ આર્મીમાં સૈનિક છે. જ્યારે રઝાક જમ્મુ-કાશ્મીર સરકારના સમાજ કલ્યાણ વિભાગમાં કર્મચારી હતો.

કાશ્મીર વિભાગના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બિહારના રહેવાસી એક વ્યક્તિની બિજબેહારા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ રાજા શાહ તરીકે થઈ હતી. અગાઉ 8 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. મૂળ દિલ્હીના રહેવાસી ટેક્સી ડ્રાઈવર દિલરંજીત સિંહને ગોળી વાગી હતી.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular