Friday, May 3, 2024
Homeગુજરાતરાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં ઓક્ટોબર સુધી IPD સેવા શરૂ થશે

રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં ઓક્ટોબર સુધી IPD સેવા શરૂ થશે

- Advertisement -

રાજકોટનાં જામનગર રોડ ઉપર ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં OPD શરૂ થયાને ઘણો સમય વીત્યા બાદ હજુ પણ IPD (ઇન્ડોર પેશન્ટ સર્વિસ) શરૂ થઈ શકી નથી. ત્યારે આજ રોજ આ મામલે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એઇમ્સ હોસ્પિટલમાં IPD શરૂ કરવા માટે જોરશોરથી કામગીરી કરવામાં આવી રહી છે અને ઓક્ટોબર સુધીમાં એઇમ્સ હોસ્પિટલમાં IPD સેવા શરૂ થાય તે માટેનાં પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ એઇમ્સ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ સર્વિસ શરૂ થવા મામલે તારીખ પર તારીખ પડી રહી છે. ડિસેમ્બર 2022માં હોસ્પિટલ ખાતે ઇન્ડોર પેશન્ટ સર્વિસ શરૂ થવાની હતી પરંતુ, 2023 ના વર્ષના પાંચ મહિના વીતી ચુક્યા હોવા છતાં હજુ પણ હોસ્પિટલ ખાતે ઇન્ડોર પેશન્ટ સર્વિસ શરૂ થઈ નથી. વર્ષ 2021ના ડિસેમ્બર મહિનાથી હોસ્પિટલ ખાતે ઓપીડી શરૂ થઈ ચૂકી છે પરંતુ, OPD શરૂ થયાના દોઢ વર્ષ બાદ પણ ઇન્ડોર પેશન્ટ સર્વિસ હજુ પણ શરૂ થઈ નથી અને આ માટે એક પછી એક તારીખ આપવામાં આવી રહી છે.

જો કે, આજે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ કોઈપણ ચોક્કસ તારીખ આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું કે, એઈમ્સ ખાતે ઓક્ટોબર સુધીમાં ઇન્ડોર પેશન્ટ સર્વિસ શરૂ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે હોસ્પિટલની આસપાસના બ્રિજનું કામ જલ્દીથી પૂર્ણ કરવા માટેની સૂચનાઓ પણ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી છે ફક્ત એટલું જ નહીં હોસ્પિટલ ખાતે અન્ય બિલ્ડિંગોનું કામ ઝડપથી પૂર્ણ કરવાના આદેશો આપી દેવાયા છે અને ટૂંક સમયમાં એઇમ્સ હોસ્પિટલ ફૂલ ફ્લેજમાં કાર્યરત થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular