Wednesday, May 1, 2024
HomeNATIONALNATIONAL- ઝારખંડના JMMના ધારાસભ્ય સીતા સોરેને રાજીનામુ આપી એ જ દિવસે ભાજપમાં...

NATIONAL- ઝારખંડના JMMના ધારાસભ્ય સીતા સોરેને રાજીનામુ આપી એ જ દિવસે ભાજપમાં જોડાયા.

- Advertisement -

ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના ધારાસભ્ય અને પાર્ટીના શિબુ સોરેનની મોટી વહુ સીતા સોરેન આજે ભાજપમાં જોડાઈ ગયા છે.. સીતા સોરેન બીજેપી હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને ઝારખંડ ચૂંટણી પ્રભારી લક્ષ્મીકાંત બાજપાઈની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે. ધારાસભ્ય સીતા સોરેને આજે જ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમના અને તેમના પરિવારની અવગણનાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના અને તેમના સસરા શિબુ સોરેનને આપેલા તેમના રાજીનામાના પત્રમાં સીતાએ કહ્યું કે તેમના પતિ દુર્ગા સોરેનના મૃત્યુ પછી પાર્ટી તેમને અને તેમના પરિવારને પૂરતો ટેકો આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે રાજીનામામાં લખ્યું કે હું, સીતા સોરેન, ઝારખંડ મુક્તિ મોરચાના કેન્દ્રીય મહાસચિવ અને સક્રિય સભ્ય અને વર્તમાન ધારાસભ્ય, ખૂબ જ દુઃખી હૃદય સાથે મારું રાજીનામું આપની સમક્ષ રજૂ કરું છું.

તેમણે કહ્યું કે મને ખબર પડી છે કે મારી અને મારા પરિવાર વિરુદ્ધ એક કાવતરું ઘડવામાં આવી રહ્યું છે… મારી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. કેશિબુ સોરેનના ત્રણ પુત્રોમાં હેમંત સોરેન બીજા ક્રમે આવે છે. મોટા પુત્ર દુર્ગા સોરેનનું લગભગ એક દાયકા પહેલા અવસાન થયું હતું. હેમંત સોરેન પહેલા દુર્ગા સોરેન રાજકારણમાં સક્રિય હતા. હેમંત સોરેનની મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ હેમંત સોરેનની પત્ની કલ્પનાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા થઈ હતી. પરંતુ સીતા સોરેને કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાનો વિરોધ કર્યો હતો. આવી સ્થિતિમાં ચંપાઈ સોરેનને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.

શિબુ સોરેનના મોટા પુત્ર અને JMM તત્કાલીન મહાસચિવ દુર્ગા સોરેનનું બોકારોમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 39 વર્ષની હતી. મૃત્યુનું કારણ કિડની ફેલ હોવાનું જણાવાયું હતું. પાર્ટીમાં હેમંત સોરેનનું કદ તેમના મોટા ભાઈના અવસાન પછી જ વધ્યું. તેમ છતાં તેમને ક્યારેય હેમંતની કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક તે આ વાતને લઈને નારાજ છે. સીતા સોરેન અવારનવાર રાજ્યમાં ગેરકાયદે માઈનિંગ અને ટ્રાન્સપોર્ટેશનના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular