Saturday, April 27, 2024
Homeકોહિનૂર કેસ : કોહિનૂર બિલ્ડિંગ કેસ: MNS ચીફ રાજઠાકરેની સવારે 11 વાગ્યાથી...
Array

કોહિનૂર કેસ : કોહિનૂર બિલ્ડિંગ કેસ: MNS ચીફ રાજઠાકરેની સવારે 11 વાગ્યાથી પૂછતાછ કરશે ઈડી, સુરક્ષાને લઈને કરાઈ ખાસ વ્યવસ્થા

- Advertisement -

INX મીડિયા કેસમાં પૂર્વ વિત્તમંત્રી પી. ચિદમ્બરમની બુધવારથી સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ આજે તેમની સીબીઆઈ કોર્ટમાં સુનાવણી થવાની છે ત્યારે અન્ય તરફ કોહિનૂર બિલ્ડિંગ કેસમાં મહારાષ્ટ્રના નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેની આજે ગુરુવારે ઈડી દ્વારા સવારે 11 વાગ્યાથી પૂછપરછ કરવામાં આવશે.

કોહિનૂર બિલ્ડિંગ કેસમાં મહારાષ્ટ્રના નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરેની આજે ગુરુવારે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવશે, આ પૂછતાછ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. જેના અનુસંઘાનમાં રાજ ઠાકરે સવારે 11 વાગે ઈડીની ઓફિસ પહોંચશે. અહીં પૂછતાછ શરૂ થાય તે પહેલાં તેમની સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મહારાષ્ટ્ર પોલિસે પણ સાવચેતી રૂપે MNSના નેતાઓ અને કાર્યકર્તાઓને નોટિસ આપી હતી.

કોહિનૂર સીટીએનએલ એક રિયાલિટી ક્ષેત્રની કંપની છે
ઉલ્લેખનીય છે કે હાલના નિર્દેશાલય પૂર્વ લોકસભા અધ્યક્ષ મનોહર જોશીના દીકરા ઉન્મેશ જોશીના સ્વામિત્વના આધારે કોહિનૂર સીટીએનએલમાં 850 કરોડ રૂપિયાથી વધારેનું આઈએલ ફંડ એફએસના લેણા અને રોકાણની અનિયમિતતાની તપાસ કરવામાં આવી રહી છે. આ એક રિયાલિટી ક્ષેત્રની કંપની છે જે પશ્ચિમ દાદરમાં કોહિનૂર સ્ક્કોયર ટાવરનું નિર્માણ કરી રહી છે. જોશીની કંપની અને તેનું રોકાણ પહેલાં જ સવાલોને લઈને ચર્ચામાં છે. કેમકે તે લગભગ 135 કરોડ રૂપિયાનું આઈએલ એન્ડ એફએસના પ્રમુખ ડિફોલ્ટરોમાંથી એક છે. ઉન્મેશ જોશી, ઠાકરે અને તેના સહયોગી દ્વારા કંપની એક દશક પહેલાં લોન્ચ કરવામાં આવી હતી. તેમના 421 કરોડ રૂપિયામાં વિવાદિત કોહિનૂર મિલ્સ નંબર-3 ખરીદવાની યોજના હતી.

આઈએલ એન્ડ એફએસે 2008માં અચાનક કથિત રીતે પોતાનો હાથ પાછો ખેંચ્યો અને ફક્ત 90 કરોડ રૂપિયામાં પોતાના શેર વેચી દીધા. તેનાથી મોટું નુકસાન થયું અને ઠાકરે પણ પોતાના શેર વેચીને નીકળી ગયા. જોશીનું કોહિનૂર સમૂહ તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ પહેલા કોહિનૂર સીટીએનએલને નિયંત્રિત કરતું હતું.

રાજ ઠાકરેના સમર્થનમાં આવ્યા ઉદ્ધવ ઠાકરે
એક તરફ કોહિનૂર બિલ્ડિંગ કેસમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના સમર્થનમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આવ્યા છે. તેઓએ કહ્યું કે ઈડીની કાર્યવાહીમાં કંઈ બહારલ આવવાનું નથી. તો MNSના પ્રવક્તા સંદીપ દેશપાંડે અને સ્વાભિમાની શેતકારી સંગઠનના અધ્યક્ષ રાજૂ શેટ્ટીએ ઈડીના આ પગલાંની ટીકા કરી હતી. તેઓએ આ કાર્યવાહી માટે કેન્ગ્ર અને રાજ્ય સત્તામાં કાર્યરત ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular