Saturday, May 4, 2024
HomeNATIONALNATIONAL: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા ગુનો થઇ જાય છે,રાજસ્થાનમાં PMમોદીનો પ્રહાર

NATIONAL: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા ગુનો થઇ જાય છે,રાજસ્થાનમાં PMમોદીનો પ્રહાર

- Advertisement -

લોકસભાની ચૂંટણીને લઇને બીજા તબક્કાનું 26 એપ્રિલે મતદાન છે. ત્યારે રાજસ્થાનની બેઠકો પર કબ્જો મેળવવા પીએમ મોદી વારંવાર રાજસ્થાનના પ્રવાસે જઇ રહ્યા છે. ત્યારે વધુ એકવાર પીએમ મોદી રાજસ્થાન આવી પહોંચ્યા છે. પીએમ મોદી હાલમાં ટોંક સવાઇ માધોપુર પહોંચ્યા છે.

પીએમ મોદીએ સભા સંબોધન દરમિયાન બજરંગબલીની જયના નારા લગાવીને સૌને હનુમાન જયંતિની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. 2014માં મને દિલ્હીમાં સેવાનો અવસર આપ્યો. હવે તમે વિચારો કે કોંગ્રેસ હોત તો સીમા પારથી આવીને દુશ્મનો જવાના ગળા કાપીને લઇ જતા. કોંગ્રેસ હોત તો ના અમારી સૈનિકોને વન રેન્ક વન પેન્શન લાગુ થતી કે ના પણ પૂર્વ સૈનિકોને એક લાખ કરોડ રૂપિયા મળતા, કોંગ્રેસ હોત તો દેશના ખૂણે ખૂણે સિરીયલ બ્લાસ્ટ થતા, નિર્દોષ લોકો મરતા રહેતા. કોંગ્રેસે દોષીઓને બચાવવાનું ઘોર પાપ કર્યુ છે. કોંગ્રેસ હોત તો કોરોના સમયે કોઇને મફતમાં અનાજ પણ ન મળતુ કે મફતમાં વેક્સિન પણ ન મળતી. કોંગ્રેસ પાર્ટી દેશની મુસીબતમાં પોતાના માટે ભ્રષ્ટાચારના નવી તકો શોધતી. કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં રહીને મહિલાઓ પર અત્યાચાર મામલે રાજસ્થાનને નંબર એક બનાવી દીધુ હતું. કોંગ્રેસના લોકો વિધાનસભામાં બેશરમીથી કહેતા કે આ તો રાજસ્થાનની ઓળખ છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે હનુમાન જયંતિ પર મને કેટલાક દિવસો પહેલાની એક તસવીર યાદ આવી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસન વાળા કર્ણાટકની છે. નાનો દુકાનદારને ખરાબ રીતે મારવામાં આવ્યો કારણ કે તે પોતાની દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો. ગરીબ વ્યક્તિ હનુમાનજીનું સ્મરણ કરીને હનુમાન ચાલીસા સાંભળી રહ્યો હતો તેને લોહીલૂહાણ કરી દીધો. કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવો ગુનો થઇ જાય છે. કોંગ્રેસના રાજમાં પોતાની આસ્થાનું પાલન કરવુ મુશ્કેલ થઇ જાય છે. જો કે આ સીધી વાત છે કે તેમની પાર્ટી તેમના નેતા પ્રભુ રામનું મંદિર બને તો તેમને નિમંત્રણ આપે તો પણ તેઓ જાહેરમાં તે નિમંત્રણ સ્વીકારતા નથી. તો પછી કોંગ્રેસના શિષ્યો પણ એવુ જ કરશે ને..

પીએમ મોદીએ વધુમાં કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે કોંગ્રેસે શોભાયાત્રામાં પથ્થરમારો કરનારાને સમર્થન આપ્યુ હતું. પીએમ મોદીએ કહ્યુ કે ભાજપની સરકાર આવ્યા બાદ કોઇનામાં હિંમત નથી કે તમારી આસ્થા પર સવાલ ઉઠાવે. હવે તમે ચેનથી હનુમાન ચાલીસા ગાશો અને રામનવમીની ઉજવણી કરશો તે ભાજપની ગેરંટી છે.

પીએમ મોદીએ કહ્યું કે મે દેશ સામે સચ્ચાઇ મૂકી એટલે કોંગ્રેસ હલી ગઇ છે. કોંગ્રેસ તમારી સંપત્તિ ઝૂંટવીને ખાસ લોકોને વહેંચવાનો પ્લાન કરીને બેઠી છે. કોંગ્રેસની વોટ બેંકની રાજનીતિનો મે પર્દાફાશ કર્યો એટલે કોંગ્રેસને એટલા મરચા લાગ્યા કે તેઓ દરેક તરફ ગાળીઓ બોલી રહ્યા છે. હું કોંગ્રેસ પાસેથી જાણવા માંગુ છેુ કે કોંગ્રેસ સચ્ચાઇથી કેમ ડરે છે. કોંગ્રેસ કેમ પોતાની નીતિ છૂપાવી રાખે છે. હવે મોદીજીએ તમારો હીડ઼ન એજન્ડા બહાર લાવ્યા તો ધ્રુજી કેમ રહ્યા છો. હિંમત હોય તો સ્વીકાર કરો અમે મુકાબલો કરવા તૈયાર છીએ. કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ એટલી કરી રહી છે કે તેમને સંવિધાનની પરવાહ નથી. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઇને પ્રહાર કર્યા હતા.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular