Friday, May 17, 2024
Homeવર્લ્ડપાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 300થી વધુનાં મોત

પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 300થી વધુનાં મોત

- Advertisement -

પાડોશી દેશ પાકિસ્તાનમાં આ વર્ષનું ચોમાસું સૌથી ખરાબ હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન પર આર્થિક સંકટ વચ્ચે હવે કુદરત પણ ત્રાટકી છે. પહેલાથી જ મોંઘવારીથી પરેશાન લોકોને હવે વરસાદે પણ મુશ્કેલીમાં મૂક્યા છે.

બગડતી પરિસ્થિતિમાં અનેક જગ્યાએ પૂરના કારણે લોકોના મોત થયાના અહેવાલો પણ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, ભારે વરસાદમાં અત્યાર સુધીમાં 300થી વધુ પાકિસ્તાનીઓના જીવ ગયા છે.

પાકિસ્તાનના મોટા શહેરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. પૂરના કારણે અનેક રોગોનો ખતરો પણ વધી ગયો છે. બલૂચિસ્તાન અને કરાચી હાલમાં સૌથી વધુ વરસાદનો સામનો કરી રહ્યા છે. બલૂચિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંતમાં જ 111 લોકોના મોત થયા છે. વરસાદે પાકિસ્તાનમાં સ્થિતિ દયનીય બનાવી દીધી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના કારણે બલૂચિસ્તાનના 10 જિલ્લામાં હાઈ એલર્ટ છે. ભારે વરસાદના કારણે પાકિસ્તાનમાં ખેડુતોના પાક અને ઘરો, વીજળી માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલને પણ નુકસાન પહોંચાડ્યું છે. 2400થી વધુ સોલાર પેનલને નુકસાન થયું છે. આ સાથે 16 ડેમની દિવાલોને પણ નુકસાન થયાની માહિતી મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular