Friday, May 3, 2024
HomeગેજેટWhatsappમાં આવી રહ્યાં છે બે નવા શાનદાર ફિચર્સ,જાણો યૂઝર્સ શું થશે ફાયદો

Whatsappમાં આવી રહ્યાં છે બે નવા શાનદાર ફિચર્સ,જાણો યૂઝર્સ શું થશે ફાયદો

- Advertisement -

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp નવા ફીચર્સ અંગે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સક્રિય છે. વ્હોટ્સએપના નવા ફીચર્સ અને અપડેટ વિશે દરરોજ સમાચારો સામે આવી રહ્યા છે. વોટ્સએપ સતત નવા ફીચર્સ વિકસાવવા પર કામ કરી રહ્યું છે. હવે વોટ્સએપ એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેમાં યુઝર્સના ગાયબ થઈ રહેલા મેસેજ ગમે ત્યારે જોઈ શકાશે. પહેલા યુઝર્સ પાસે તેમના મેસેજ ડિલીટ કરવા માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો સમય હતો, પરંતુ આ ફીચર પછી મેસેજ ક્યારેય ડિલીટ નહીં થાય.

વોટ્સએપ ટ્રેકર WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, WhatsApp એક Disappearing Keep Messages ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી મેસેજ ડીલીટ થયા પછી પણ જોઈ શકાશે. WhatsApp Android, iOS અને WhatsApp ડેસ્કટૉપ માટે આ અદ્રશ્ય રાખેલા મેસેજીસ ફીચરને રિલીઝ કરશે. આ ફીચર પછી યુઝર્સ ડિલીટ થયા પછી પણ ગાયબ મોડમાં કરેલા મેસેજ જોઈ શકશે.

વોટ્સએપે આ નવા ફીચરને કેપ્ટ મેસેજીસ નામ આપ્યું છે. બધા યુઝર્સ તેમની વાતચીતમાં કેપ્ટ મેસેજીસનો ઉપયોગ કરી શકશે. જો કે આ ફીચર હાલમાં તેના ડેવલપમેન્ટ મોડમાં છે, પરંતુ આવનારા સમયમાં તેમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. કેપ્ટ મેસેજીસની સાથે, વ્હોટ્સએપ સાયલન્ટ લીવ ગ્રુપ ઓપ્શન પર પણ કામ કરી રહ્યું છે, ત્યારબાદ જો કોઈ યુઝર ગ્રુપ છોડી દેશે તો તેનું  કોઈ નોટિફિકેશન મોકલવામાં આવશે નહીં, ફક્ત ગ્રુપ એડમિનને જ ગ્રુપ છોડવાનું નોટિફિકેશન દેખાશે અને માહિતી મળશે. જો કે, ગ્રુપના બાકીના સભ્યો પાસ્ટ પાર્ટિસિપન્ટ્સ ફીચર પર જઈને ગ્રુપ છોડવા વિશે માહિતી મેળવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular