મુંબઈએ દિલ્હીને 5 વિકેટે હરાવ્યું : સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સની સતત ચોથી જીત, પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું.

0
5

IPL 2020ની 27મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 5 વિકેટે હરાવ્યું છે. અબુ ધાબી ખાતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીએ મુંબઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈએ 19.4 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી નાખ્યો. આ મેચ જીતીને મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. તેમના માટે સૂર્યકુમાર યાદવ અને કવિન્ટન ડી કોકે ફિફટી મારી. દિલ્હી માટે કગીસો રબાડાએ 2 વિકેટ, જ્યારે અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન અને માર્કસ સ્ટોઈનિસે 1-1 વિકેટ ઝડપી.

 

ડી કોકની IPLમાં 12મી અને સૂર્યકુમારની 9મી ફિફટી મારી

કવિન્ટન ડી કોકે પોતાનું ફોર્મ જાળવી રાખતાં ત્રીજી મેચમાં બીજી ફિફટી મારી. તેણે લીગમાં કુલ 12મી ફિફટી ફટકારતાં 36 બોલમાં 4 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન કર્યા હતા. તે અશ્વિનની બોલિંગમાં ડીપ મિડ વિકેટ પર પૃથ્વીના હાથે કેચ આઉટ થયો હતો, જ્યારે સૂર્યકુમાર યાદવે 32 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 53 રન કર્યા હતા. આ તેની લીગમાં 9મી ફિફટી હતી. તે રબાડાની બોલિંગમાં ઐયર દ્વારા કેચ આઉટ થયો હતો. અગાઉ રોહિત શર્મા 5 રને અક્ષર પટેલની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર રબાડાના હાથે કેચ આઉટ થયો હતો.

ધવનની લીગમાં 38મી ફિફટી, દિલ્હીએ 163 રનનો ટાર્ગેટ આપ્યો

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા છે. શિખર ધવને પોતાના IPL કરિયરની 38મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી અણનમ 69 રન કર્યા. કપ્તાન શ્રેયસ ઐયરે પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ માટે કૃણાલ પંડ્યાએ 2 અને ટ્રેન્ટ બોલ્ટે 1 વિકેટ લીધી.

ઐયર અને ધવનની 85 રનની ભાગીદારી

દિલ્હી માટે કેપ્ટન શ્રેયસ ઐયરે 42 રનની ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની 33 બોલની ઇનિંગ્સ દરમિયાન 5 ફોર મારી હતી. ઐયર કૃણાલની બોલિંગમાં બોલ્ટ દ્વારા ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થયો હતો. તેણે અને ધવને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. માર્કસ સ્ટોઈનિસ 13 રને સૂર્યકુમાર યાદવ અને રાહુલ ચહર દ્વારા રનઆઉટ થયો.

ઓપનર પૃથ્વી શો 4 રને ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો. જ્યારે અજિંક્ય રહાણે કૃણાલ પંડ્યાની બોલિંગમાં LBW થયો હતો. તેણે 15 બોલમાં 3 ફોરની મદદથી 15 રન કર્યા હતા.

દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ લીધી

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે અબુ ધાબી ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. એલેક્સ કેરી અને અજિંક્ય રહાણેને ઋષભ પંત અને શિમરોન હેટમાયરની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે મુંબઈએ પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી.

દિલ્હીની પ્લેઈંગ ઇલેવન: શ્રેયસ ઐયર (કેપ્ટન), અજિંક્ય રહાણે, પૃથ્વી શો, શિખર ધવન, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, કગિસો રબાડા, એનરિચ નોર્તજે

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટ્ટીન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here