પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રિક્સ દેશ વૈશ્વિક નવીનતા અને નિવારણના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યા છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ્ ખાતે આજે સાંજે બ્રિક્સ બિઝનેસ ફૉરમના નેતાઓના સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, બ્રિક્સ દેશ આજે વિશ્વની 50 ટકા વસતિ, અંદાજે 40 ટકા વૈશ્વિક જીડીપી – કુલ સ્થાનિક ઉત્પાદન અને 25 ટકાથી વધુ વૈશ્વિક વેપારનું પ્રતિનિધિનિત્વ કરે છે.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતને વિકાસ અને સ્થિરતા માટે વિશ્વાસનું પર્યાય ગણાવ્યું. તેમણે મેક ઇન ઇન્ડિયા, ઇનોવેટ વિથ ઇન્ડિયા અને સ્કેલ ફૉર ધ વર્લ્ડનું આહ્વાન કર્યું. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસુદ પેઝેશ્કિયન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહ્યા.

