NATIONAL : ભાજપે ‘જન-ઝેડ’ (Gen-Z) સાથે જોડાવા માટે ટીમ બનાવી જેમાં નિતિન નવીન અને સ્મૃતિ તાવડેનો સમાવેશ

0
7
meetarticle

ભારતીય જનતા પાર્ટીની શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્ત્વની સંગઠનાત્મક બેઠક સમાપ્ત થઇ ગઇ છે. આ બેઠકમાં પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાજ્ય-સ્તરના સીનિયર નેતા સામેલ થયા હતા. જે માહિતી મળી છે તેના અનુસાર ભારતીય જનતા પાર્ટી ઓફિસમાં ત્રણ મોટી બેઠક મળવાની છે. તમામ પાર્ટીના નેતા ઓફિસે પહોંચ્યા હતા અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીનની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઇ હતી.

ભાજપે Gen-Z સાથે વાતચીત અને તેમની સાથે જોડાવા માટે એક કમિટી બનાવી છે. આ કમિટીમાં નિતિન નવીન, સ્મૃતિ ઇરાની, હર્ષ સંઘવી અને વિનોદ તાવડે જેવા સભ્ય સામેલ થશે. તે આગામી મહિનામાં Gen-Z સાથે વાતચીત શરૂ કરશે. આ સાથે સાથે ભાજપે ‘વંદે માતરમ’ના ઇતિહાસ, મહત્ત્વ અને વારસાને ઉજાગર કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે જેમાં યુવા પેઢીને જાગૃત કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે.બીજી તરફ ભાજપે કોંગ્રેસ વર્કિંગ કમિટીના તે નિર્ણયની નિંદા કરતા એક પ્રસ્તાવ પાસ કર્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ને માત્ર શરૂઆતના બે છંદો સુધી જ ગાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભાજપે જણાવ્યું કે છ છંદ ધરાવતું રાષ્ટ્રગીત ભારતની રાષ્ટ્રીય ચેતના અને આઝાદીની લડાઇના વારસાનું પ્રતીક છે. પાર્ટીએ તેના સન્માનની રક્ષા કરવા અને તેને સાંપ્રદાયિક દબાણ, રાજકીય તૃષ્ટીકરણ અથવા વોટ બેન્કની રાજનીતિનો શિકાર બનાવવાના પ્રયાસનો વિરોધ કરવાનો સંકલ્પ લીધો છે.

મહત્ત્વપૂર્ણ છે કે આ બેઠક ભાજપના અધ્યક્ષ નિતિન નવીન દ્વારા પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં મોટા બદલાવની જાહેરાતના કેટલાક દિવસ બાદ થઇ છે. નવી બનેલી રાષ્ટ્રીય ટીમના પદાધિકારીઓની નવીન સાથે પ્રથમ બેઠક શનિવારે મળવાની છે. આ વાતચીત નવી ટીમ માટે એક પરિચય સત્રની જેમ છે અને તેમાં સંગઠનની પ્રાથમિકતાઓ, પાર્ટી કાર્યકર્તાઓ સાથે તાલમેલ અને ભાજપના જમીની નેટવર્કને મજબૂત કરવા પર ધ્યાન આપવાની આશા છે. આ બેઠક એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી 2027 અને પોતાના લાંબા સમયની સંગઠનાત્મક રણનીતિની તૈયારી કરી રહી છે.ભાજપના રાષ્ટ્રવ્યાપી ‘Modi@25’ અભિયાન પર બીજી મહત્વની ચર્ચા થશે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થયાની યાદમાં ચલાવવામાં આવી રહ્યું છે. પાર્ટી દેશભરમાં યોજાનાર કાર્યક્રમો માટે રોડમેપ અને ફ્રેમવર્કને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. ભાજપ પ્રમુખ નીતિન નવીન, રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ અને કાર્યક્રમ પ્રભારી વિનોદ તાવડે સાથે પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહાસચિવ અને પ્રદેશ પ્રભારી પણ આ બેઠકોમાં ભાગ લઈ શકે છે. આ બેઠકોમાં સંગઠનના વિસ્તરણ, ચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીના કેન્દ્રીય અને રાજ્ય એકમો વચ્ચે સંકલન અંગે ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ મળવાની પણ શક્યતા છે.

17 ઓગસ્ટે નવીનની નવી ટીમની જાહેરાત થઇ હતી

17 ઓગસ્ટે ભાજપે પાર્ટીના અધ્યક્ષ નવીનના નેતૃત્ત્વમાં પદાધિકારીઓની એક નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી હતી, જે સંગઠનમાં એક મોટા બદલાવનો સંકેત છે. નવી ટીમમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આઠ રાષ્ટ્રીય મહાસચિવ અને 16 રાષ્ટ્રીય સચિવ સામેલ છે, સાથે જ સંગઠનમાં અન્ય નિયુક્તિઓ પણ કરવામાં આવી છે.

વસુંધરા રાજે સિંધિયા, રામ માધવ, બૈજયંત પાંડા અને તીરથ સિંહ રાવત જેવા સીનિયર નેતાઓને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે જ્યારે સ્મૃતિ ઇરાની, વિનોદ તાવડે, સુનીલ બંસલ અને બિપ્લવ કુમાર દેબને રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. બીએલ સંતોષ રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બન્યા રહેશે. જ્યારે પીયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી નિયુક્ત કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here