NATIONAL : મહિલા અનામતની વાત સૌથી પહેલા કોંગ્રેસે કરી હતી, ત્યારે ભાજપે વિરોધ કર્યો હતો’: પ્રિયંકા ગાંધી

0
4
meetarticle

સંસદનું વિશેષ સત્ર આજે 16 એપ્રિલ 2026ના રોજ ભારે હોબાળા સાથે શરુ થયું. કેન્દ્ર સરકારે સદનના પટલ પર નારી શક્તિ વંદન અધિનિયમ અને પરિસીમન સાથે જોડાયેલું બિલ રજૂ કર્યું. આ બિલને લઈ સત્તા પક્ષ અને વિપક્ષની વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. વિપક્ષના ભારે વિરોધના કારણે સદનમાં વોટિંગની સ્થિતિ ઊભી થઈ. વોટિંગ દરમ્યાન સરકારના પક્ષમાં 251 અને વિરોધમાં 185 વોટ પડ્યા. નવાઈની વાત એ છે કે એનડીએના 42 સાંસદોએ વોટિંગ પ્રક્રિયામાં ભાગ નહોતો લીધો, સરકારે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો એક મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ અંતર્ગત લોકસભામાં સભ્યોની સંખ્યા 543થી વધીને 850 કરવાની યોજના છે. તેના માટે સરકાર પરિસીમન આયોગન ગઠન અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાનૂનમાં બદલાવની તૈયારી કરી રહી છે. વિપક્ષ આ વધતી સંખ્યા અને પરિસીમનની પ્રક્રિયાને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે.

મહિલા અનામત બિલ પર લોકસભામાં ચર્ચા દરમ્યાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મહિલા અનામતની વાત સૌથી પહેલા કોંગ્રેસે કરી હતી, પણ તે સમયે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. પીએમ મોદીએ આજે સદનમાં તેનો ઉલ્લેખ કર્યો, પણ એ ન જણાવ્યું કે વિરોધ કોણે કર્યો હતો. પણ હું જણાવું છું કે તેનો વિરોધ ભાજપે જ કર્યો હતો.

આ દરમ્યાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મહિલા અનામત બિલ પર ચર્ચા દરમ્યાન ભારતના લોકતાંત્રિક ઈતિહાસનો હવાલો આપતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. તેમણે યાદ અપાવ્યું કે, 1928માં મોતીલાલ નહેરુ દ્વારા તૈયાર કરેલા રિપોર્ટમાં જ મહિલાઓના સમાન અધિકારનો પાય નાખવામાં આવ્યો હતો, જે બાદમાં કરાચી અધિવેશનમાં પાસ કર્યું. પ્રિયંકાએ કહ્યું કે આ વન વોટ વન વેલ્યૂના સિદ્ધાંતના કારણે ભારતીય મહિલાઓન આઝાદીના પહેલા દિવસથી જ વોટનો અધિકાર મળ્યો, જ્યારે અમેરિકા જેવા દેશોમાં આવું કરવામાં 150 વર્ષ લાગી ગયા. તેમણે આધુનિક યુગમાં પંચાયતોમાં મહિલાઓની ભાગીદારીનો શ્રેય પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને આપતા કહ્યું કે, કોંગ્રેસે હંમેશા મહિલાઓને નિર્ણાયક ભૂમિકામાં લાવવાનો પ્રયાસ કર્યો છે.મહિલા અનામત બિલ પર ચર્ચા દરમ્યાન પ્રિયંકા ગાંધીએ ઈતિહાસના પન્ના ખંગાળતા ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેમણે દરેક વાતમાં પૂર્વ પીએમ જવાહર લાલ નહેરુને ઢસડવા પર કટાક્ષ કરતા સ્પષ્ટતા કરી કે ભારતીય મહિલાઓને આઝાદીના પ્રથમ દિવસથી વોટિંગનો હક આપવાનો પાયો નહેરુએ જ રાખ્યો હતો. જવાહરલાલ નહેરુ નહીં પણ મોતીલાલ નહેરુએ 1928માં પોતાના રિપોર્ટમાં રજૂ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, કોંગ્રેસની આ વન વોટ વન વેલ્યૂનો વિચારના કારણે ભારતે અમેરિકા કરતા પહેલા મહિલાઓને સમાન અધિકાર આપ્યો. તેમણે ભાજપને યાદ અપાવ્યું કે, મહિલાઓનું રાજનીતિક સશક્તિકરણ કોંગ્રેસના ડીએનએમાં છે, જેની શરુઆત દાયકાઓ પહેલા નહેરુ પરિવારના પૂર્વજોએ કરી હતી.સંસદમાં નારી શક્તિ વંદન બિલ પર ચર્ચા દરમ્યાન પ્રિયંકા ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. શાહને આજના યુગના ચાણક્ય ગણાવતા પ્રિયંકાએ કટાક્ષ કર્યો કે તેઓ વિપક્ષ સાથે ચર્ચા કર્યા વિના ચૂપચાપ પોતાનો પ્લાન બનાવી લે છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર આ બિલ કોઈ પણ તૈયારી વિના લાવી છે. પ્રિયંકાએ સવાલ ઉઠાવ્યો કે, જ્યા ઈરાદો સ્પષ્ટ છે તો 543ની સીટોમાંથી તાત્કાલિક મહિલાઓને 33 ટકા અનામત કેમ નથી આપી શકતા? તેમણે ચેતવણી આપી કે જો પ્રક્રિયામાં પારદર્શિતા નહીં રાખી તો આવા નિર્ણયથી લોકતંત્રની મૂળ ભાવના રદ થઈ જશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here