NATIONAL : વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે…’, મહિલા અનામત પર લોકસભામાં બોલ્યા PM મોદી

0
3
meetarticle

આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન સહિત ત્રણ બિલ રજૂ કર્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં મહિલા અનામત અંગે જણાવ્યું હતું કે આજે જે પણ પક્ષ તેનો વિરોધ કરશે તેને લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “યાદ રાખો, જે કોઈ પણ મહિલા અધિકારોનો વિરોધ કરશે તેને માફ કરવામાં આવશે નહીં.

“પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે કોઈપણ રાષ્ટ્રના જીવનમાં ચોક્કસ નિર્ણાયક ક્ષણો આવે છે, જ્યારે સમાજની માનસિકતા અને તે ક્ષણને ઝડપી લેવાની નેતૃત્વની ક્ષમતા તેને રાષ્ટ્રીય વારસામાં પરિવર્તિત કરે છે અને એક શક્તિશાળી વારસો બનાવે છે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ ચોક્કસ ક્ષણ છે. ભારત લોકશાહીની માતા છે. વિકાસની આ યાત્રામાં એક નવું પરિમાણ ઉમેરવાની આપણી પાસે એક પવિત્ર તક છે. આપણે ભાગ્યશાળી છીએ કે દેશની અડધી વસ્તીને રાષ્ટ્રનિર્માણની નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવાની તક મળી છે.

પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં પોતાના સંબંધોનમાં જણાવ્યું કે, રાષ્ટ્રની લોકશાહીના ઈતિહાસમાં આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. મહિલા અનામતનો કાયદો આજથી 25થી 30 વર્ષ પહેલા જ લાગુ કરી દેવાની જરૂર હતી. ભારતમાં લોકશાહીની વિકાસયાત્રા હજારો વર્ષની રહે છે, એવામાં આજે નવો અધ્યાય જોડવાનો શુભ અવસર મળી રહ્યો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ મહત્ત્વપૂર્ણ અને દેશની અડધી વસતીને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સામેલ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે.પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું,  વિકસિત ભારતનો અર્થ માત્રને માત્ર રેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. અમે ઈચ્છીએ છીએ કે વિકસિત ભારતના નીતિ નિર્માણમાં સૌનો સાથ અને સૌનો વિકાસ હોય.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, રાજકીય લાભ ખાતર જે વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે તે વ્યર્થ છે.  કારણ કે સીમાંકન પ્રક્રિયામાં કોઈપણ રાજ્ય સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. આ મારી ગેરંટી છે કે સીમાંકનમાં કોઈ પણ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. ભૂતકાળની સરકારોના સમયથી જે રેશિયો ચાલ્યો આવે છે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here