Sunday, May 19, 2024
Homeગુજરાતનવાપુર : પ્રેમ પ્રકરણમાં હતાશ થયેલા યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

નવાપુર : પ્રેમ પ્રકરણમાં હતાશ થયેલા યુવકે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

- Advertisement -

ગુજરાત રાજ્ય અડી ને આવેલ નંદુરબાર જિલ્લાના ધડગાંવ રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેન્ડ પર પ્રેમ પ્રકરણમાં હતાશ થયેલા એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ નોંધાયો છે. જીવન ટુંકાવી દેનાર આ યુવકની હજી ઓળખ થઈ શકી નથી પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની મદદ લઇ તેની ઓળખ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. નંદુરબાર જિલ્લાના ધડગાંવ ગામના બસ સ્ટેન્ડ પર શુક્રવારે રાત્રીના સમયે 23 વર્ષીય અર્જુન નામના એક યુવકે લોખંડ ની એંગલ સાથે કમર નો પટ્ટો બાંધી તેના વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી દીધું હોવાનો બનાવ નોંધાયો હતો.

બસ સ્ટેન્ડના ફ્લોરિંગ પર ચોક વડે લખેલી અંતિમ નોટ

 

વહેલી સવારે બસ સ્ટેન્ડ પર આવેલા મુસાફરો એ આ દ્દશ્ય જોતાં તેમણે પોલીસ ને જાણ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન ધડગાંવ બસ સ્ટેન્ડ ની ફ્લોરિંગ પર અશુદ્ધ હિંદી ભાષામાં ચોક થી લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી.જે સુસાઇડ નોટ માં આત્મહત્યા કરનાર યુવકે પ્રિયંકા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમ હોવાની વાત લખી હતી અને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે આત્મહત્યા કરી હોવાની બાબત જણાવી હતી. દરમિયાન પોલીસે આત્મહત્યા કરનાર યુવક ના કપડાં ના ખિસ્સા તપાસતાં તેમાંથી તેની ઓળખ થાય એવી કોઈ પણ ચીજવસ્તુ કે ઓળખપત્ર મળી આવ્યો ન હતો જેથી તેની ઓળખ શક્ય બની ન હતી.

ધડગાંવ પોલીસે યુવક ની ડેડબોડી નો કબ્જો લઈ તેનું પીએમ કરવા અર્થે ગ્રામીણ હોસ્પિટલમાં ખસેડી હતી.પોલીસે જીવન ટુંકાવી દેનાર આ યુવક ની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા નો સહારો લીધો છે અને તેનો ફોટો અને વર્ણન મીડિયા પર મૂકી તેને કોઈ ઓળખતું હોય તો પોલીસ ને જાણ કરવા અપીલ કરી હતી. હા પ્રિયંકા તુમસે બહોત પ્યાર કરતાં, તેરે લીએ બહુત લખા ખાયા હે.દો દિન સે ભુખા રિયા ખાલી પાણી પિયા હે. શાલતાં તક નેહી જાતા થા ઇતની ભુક્તિ મુઝે તેરે લીએ. આઈ લવ યુ પ્રિયંકા , મેં તુમસે કભી નેહી ભૂલ પાઉંગા જલ્દી લે કે જાવુંગા તુઝે પ્રિયંકા , નહીં દેખે બીના પુસા ઉસે પેલે મારૂંગા પ્રિયંકા દેખના શાય ઇસક બાત આના એક. મેં ઉસકે લીએ માં પિતા સે ભી જાદા પ્યાર કિયા હે ઉસે. મેરે પરિવાર કુ કભી દુઃખ મત દેના. આઈ લવ યુ પ્રિયંકા . અર્જુન કભી જાયેગા નય જાયેગા પ્રિયંકા જાયેગા ગયા મરા. – આત્મહત્યા કરનાર અર્જુને બસ સ્ટેન્ડના ફ્લોર પર ચોક વડે લખેલી સુસાઈડ નોટ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular