Sunday, May 5, 2024
Homeગુજરાતછોટાઉદેપુર : 9 વર્ષની બાળકીનું નદીમાં ડૂબી જતાં મોત

છોટાઉદેપુર : 9 વર્ષની બાળકીનું નદીમાં ડૂબી જતાં મોત

- Advertisement -

છોટાઉદેપુરના મોટી કનાસ ગામની 9 વર્ષની બાળકી રહેવાસી મોટી કનાસ હોળી ફળીયા તા. જિ. છોટાઉદેપુર બકરા ચરાવવા અર્થે ગઈ હતી. પરંતુ લાંબો સમય વીત્યા બાદ ઘરે પરત આવી નહીં અને બકરા ઘરે આવી ગયા હતા. જેની જાણ બાળકીની માતાએ તેના પિતા કનુભાઈને કરતા તેઓ બાળકીને શોધવા નીકળ્યા હતા. ઓરસંગ નદી પાસે શોધખોળ શરૂ કરી હતી.

પરંતુ બાળકી મળી નહિ. જેથી તેના પિતાએ રેતીની લીઝ પાસે હાજર રવિભાઈ લક્કડીયાભાઈ રાઠવાને પૂછતાં જણાવ્યું હતું કે નદીની નજીકના ખાડામાં પાણી હતું. ત્યાં થોડી વાર પહેલા નાહવા પડી હતી. જે આધારે બાળકીના પિતાએ તપાસ કરતા કિનારા ઉપર તેના કપડાં તથા ચપ્પલ પડ્યા હોય. પરંતુ બાળકી દેખાઈ ન હતી. જેથી તેના પિતા પણ પાણીમાં પડ્યા હતા. પરંતુ પાણી ઊંડું હોય પાણીમાંથી નીકળી ગયા હતા. જે સમયે બાળકીના કાકા ઝાબિરભાઈ, જુવાનસિંગભાઈ તથા ધોળીયાભાઈ ત્યાં આવી જતા તેઓએ પાણીના ઊંડા ખાડાના પ્રવાહમાં વાંસના લાંબા દંડા વડે બાળકીની લાશ શોધી કાઢી પાણીની બહાર કાઢી હતી. જે અંગે રંગપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બાળકીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારી દીકરી ઓરસંગ નદીના રેતીના ઊંડા ખાડામાં ભરાયેલ પાણીમાં ખાડામાં ડૂબી જવાથી મોતને ભેટી છે. જેની કાયદેસર તપાસ થવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular