Saturday, May 18, 2024
HomeદેશDESH: NEETમાં સાયન્સનાં ત્રણ વિષયોનાં ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે

DESH: NEETમાં સાયન્સનાં ત્રણ વિષયોનાં ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાશે

- Advertisement -

મેડીકલ વિદ્યાભ્યાસ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઈચ્છુક ધો. 12 સાયન્સનાં વિદ્યાર્થીઓ માટે તા.૫ મેને રવિવારે રાજકોટ સહિત દેશનાં જુદા જુદા શહેરોમાં ‘નીટ’ યુજ.ીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એમ.બીબીએસ, ડેન્ટલ, આર્યુવેદિક અને હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ માટે લેવામાં આવતી ‘નીટ’ની પરીક્ષામાં વિદ્યાર્થીએ કેમીસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજી વિષયનાં ઓ.એમ.આર. પધ્ધતિથી 280 પ્રશનો સોલ્વ કરવાનાં રહેશે. પ્રત્યેક માર્કનાં 4 ગુણ લેખે કુલ 720 મર્કમાંથી મેરીટ લીસ્ટ તૈયાર થશે.

દેશભરમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજોમાં એડમિશન માટે જેઈઈ અને મેડીકલમાં પ્રવેશ માટે ‘નીટ’ની પરીક્ષા લેવામાં આવે છે. જેમાં જેઈઈની પરીક્ષા કોમ્પ્યુટર ઉપર જયારે ‘નીટ’ની પરીક્ષા હજુ ઓફલાઈન પેન-પેપર સાથે ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવશે, ગુજરાતી અને અંગ્રેજી સહિતની ભાષાઓમાં દેશભરમાં લેવામાં આવતી આ પરીક્ષા ધો. 11 અને ધો. 12નાં વિજ્ઞાાનના ત્રણ વિષયનાં અભ્યાસક્રમમાં દર્શાવવામાં આવેલા કુલ 97 ચેપ્ટરમાંથી પ્રશ્નો પુછવામાં આવશે. આ પ્રકારની વિગતોનાં સંદર્બમાં નીટનો અભ્યાસક્રમ તૈયાર કરાવતાં સીનીયર શિક્ષકોએ જણાવ્યું હતું કે, મેડીકલ કોલેજમાં એડમિશન માટેની આ કઠીન પરીક્ષામાં ધો. 11 પસાર કર્યા પછી જૂદા જૂદા સ્વરૂપે ધો. 12માં વિદ્યાર્થીને ધો. 11નાં અભ્યાસક્રમોનું રીવીઝન કરાવવામાં આવે છે. સતત પરીક્ષા લઈને તેને ધો.૧૧નાં અભ્યાસક્રમનાં પ્રશ્નો પુછીને નોલેજ અપડેટ રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. ધો. 12નો અભ્યાસક્રમ શાળામાં ડીસેમ્બર મહિનાના અંત સુધીમાં પુરો થઈ ગયા બાદ સતત રીવીઝન ચાલે છે. ધો. 11 અને ધો. 12નાં અભ્યાસક્રમમાંથી પરીક્ષા લઈ વિદ્યાર્થીને ‘નીટ’ની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. ગુજરાત બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પુરી થઈ ગયા પછી પણ ‘નીટ’નો પરીક્ષાર્થી એપ્રિલ મહિનો આખો પરીક્ષાની તૈયારી કરે છે. ત્યારબાદ મે મહિનામાં ઓલઈન્ડિયા કક્ષાની આયોજિત પરીક્ષા માટે તે સજ્જ થાય છે.  દેશભરમાં અંદાજે 24લાખથી વધુ વિદ્યાર્થીઓ જૂદા – જૂદા 557 શહેરોમાં તા.૫ને રવિવારે પરીક્ષા આપશે. રાજકોટમાં જૂદા જૂદા 7 સેન્ટરમાં 7249 ઉમેદવારો માટે પરીક્ષા યોજવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular