Saturday, April 27, 2024
HomeNIA નો દાવો, ભારતમાં નવા રસ્તેથી નકલી નોટ મોકલી રહ્યું છે ISI...
Array

NIA નો દાવો, ભારતમાં નવા રસ્તેથી નકલી નોટ મોકલી રહ્યું છે ISI અને D કંપની

- Advertisement -

છેલ્લા કેટલાક સમયગાળાથી પડોશી દેશ મારફતે ભારતમાં નકલી નોટો મોકલવાનો સિલસિલો પુરો થયો હતો પરંતુ થોડા સમયથી ફરીએકવાર ભારતમાં નકલી નોટો વહેચવાનું કામકાજ તેજ થયું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ મામલે ખુલાસો કરતા કર્યો હતો.

NIA એ કહ્યું કે, પાકિસ્તાન સ્થિત isi અને D કંપનીઓની સાંઠગાંઠથી ભારતમાં નોટો મોકલવાનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ NIA એ ખુલાસો કર્યો હતો કે, નકલી નોટને ભારત સુધી પહોંચાડવા માટે ISI અને D કંપનીએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેના કારણે તેને પકડવા થોડા મુશ્કેલ છે.

તાજેતરમાં જ નેપાળથી ઝડપાયેલ નકલી નોટો સાથે પોલીસની ઝપટમાં આવેલ યૂનુસ અંસારીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેના સંબંધ ISI અને દાઉદ ઇબ્રાહિમ સાથે છે. અંસારીની સાથો-સાથ 3 બીજા પાકિસ્તાની નાગરીકોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ લોકોની પાસેથી 7 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

NIAના અધિકારીઓએ જણાવ્યું કે, અંસારીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, નકલી નોટોને ભારતમાં મોકલવા માટે નેપાળના રસ્તાનો ઉપયોગ ન કરતા બાંગ્લાદેશના રસ્તાની પંસદગી કરવામાં આવી છે. આ સાથે જ તેણે વધુમાં જણાવ્યું કે, આ નકલી નોટોને ભારતમાં ઘુસાડવા માટે બાંગ્લાદેશની પૂર્વ સીમાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular