Saturday, May 4, 2024
HomeNATIONALNATIONAL: જાનના દિવસે બધાં સાથે મીઠી મીઠી વાતો કરતી, રાત પડતા જ...

NATIONAL: જાનના દિવસે બધાં સાથે મીઠી મીઠી વાતો કરતી, રાત પડતા જ પ્રેમી સાથે ભાગી ગઈ દુલ્હન

- Advertisement -

ઉત્તર પ્રદેશના સીતાપુરના કોતવાલી વિસ્તારના મહમૂદાબાદ વિસ્તારમાં લગ્નના ઠીક એક દિવસ પહેલા રાતના અંધારામાં યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. એટલું જ નહીં, યુવતી પોતાની સાથે ઘરેણા પણ લેતી ગઈ હતી. સવારે જ્યારે પરિવારને યુવતી મળી નહીં તો હડકંપ મચી ગયો. યુવતીની 18 એપ્રિલે જાન આવવાની હતી પણ તે પહેલા પરિવારને અંધારામાં રાખી યુવતી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ.

પ્રાપ્ત વિગતો અનુસાર, જોઈએ તો, મહમૂદાબાદ વિસ્તારમાં રહેતી યુવતીના 18 એપ્રિલે લગ્ન થવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી, પણ જાન આવે તે પહેલા દુલ્હન પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. પ્રેમી તેની પાડોશમાં જ રહેતો હતો. પરિવારને યુવતી ઘરમાંથી ભાગી ગઈ હોવાની જાણ થતાં સવાર સવારમાં હડકંપ મચી ગયો હતો.

શરુઆતમાં પોતાના સ્તર પર દુલ્હનને શોધવાની કોશિશ કરી પણ તેની ક્યાંય ભાળ મળી નહીં. છેલ્લે પરિવારે આ અંગે પોલીસને સૂચના આપી. પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું કે, અરુણ નામનો છોકરો તેમની દીકરીને ફોસલાવીને ઘરેથી ભગાડી ગયો છે.છોકરી ઘરમાંથી ઘરેણા પણ લેતી ગઈ છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. કોતવાલી પ્રભારી અનિલ સિંહે જણાવ્યું છે કે, પરિવાર તરફથી લેખિતમાં ફરિયાદ મળ્યા બાદ આ મામલાની તપાસ થઈ રહી છે.

માતા-પિતાએ પોતાની દીકરી માટે તે યુવક પસંદ કર્યો, જેની સાથે લગ્ન નક્કીક ર્યા હતા, તેને છોડીને દીકરી પ્રેમી સાથે ભાગી ગઈ. પરિવારે દહેજ માટે ઘરેણાં પણ ખરીદ્યા હતા, તે પણ સાથે લેતી ગઈ હતી.લગ્ન પહેલા દુલ્હન ઘરેથી ભાગી ગઈ હોવાની જાણ વરરાજાના પરિવારને થઈ, તો વરરાજાએ લગ્ન કરવાની ના પાડી દીધી. દીકરી ઘરેથી ભાગી ગઈ હોવાના કારણે લોકલાજના ડરથી પરિવાર ઘરમાં પુરાઈ ગયો છે. પરિવારનું કહેવું છે કે, દીકરી આવું પગલું ભરશે, એવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. જાન આવે તે પહેલા ઘરમાં બધાં જ ખુશ હતા દુલહ્ન પણ ખુશ હતી અને આખો દિવસ બધા સાથે મીઠી મીઠી વાતો કરતી હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular