એશિયા કપ 2025 માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમનું એલાન થઈ ગયું છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમની કેપ્ટન્સી સલમાન અલી આગા કરશે. પણ આ સાથે પીસીબીએ ચોંકાવનારો નિર્ણય લેતા સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને 17 સભ્યોની પાકિસ્તાની ટીમમાં સ્થાન નથી આપ્યું. અગાઉ પણ બાબર અને રિઝવાનને છેલ્લી કેટલીક T20 સીરિઝમાં તક નહોતી મળી. હવે તેમને એશિયા કપ માટે પણ બહાર કરી દેવાયા છે.
તમને જણાવી દઈએ કે, એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના શારજાહમાં ટ્રાઈ સીરિઝ પણ રમવાની છે, જેમાં અફઘાનિસ્તાન અને UAEની ટીમો પણ ભાગ લેશે. એશિયા કપ પાકિસ્તાનની એ જ ટીમ રમશે, જે ટ્રાઈ સીરિઝમાં રમવાની છે. ટ્રાઈ સીરિઝ થકી આ ત્રણેય ટીમ એશિયા કપ માટે મજબૂત તૈયારી કરવા માંગે છે.
એશિયા કપ અને ટ્રાઈ સીરિઝ માટે પાકિસ્તાનની 17 સભ્યોની ટીમ
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, સાહિબજાદા ફરહાન, સૈમ અયૂબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી અને સુફિયાન મુકીમ.
ટ્રાઈ સીરિઝનું શેડ્યૂલ
29 ઓગસ્ટ – અફઘાનિસ્તાન vs પાકિસ્તાન
30 ઓગસ્ટ – UAE vs પાકિસ્તાન
1 સપ્ટેમ્બર – UAE vs અફઘાનિસ્તાન
2 સપ્ટેમ્બર – પાકિસ્તાન vs અફઘાનિસ્તાન
4 સપ્ટેમ્બર – પાકિસ્તાન vs UAE
5 સપ્ટેમ્બર – અફઘાનિસ્તાન vs UAE
7 સપ્ટેમ્બર – ફાઈનલ
આઠ ટીમોની આ એશિયા કપ ટુર્નામેન્ટ 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ભારત, ઓમાન અને UAE સાથે ગ્રૂપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રૂપ Bમાં હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામેલ છે.
પાકિસ્તાનની મેચ (એશિયા કપ 2025)
12 સપ્ટેમ્બર – ઓમાન vs પાકિસ્તાન, દુબઈ
14 સપ્ટેમ્બર- ભારત vs પાકિસ્તાન, દુબઈ
17 સપ્ટેમ્બર- UAE vs પાકિસ્તાન, દુબઈ



