Saturday, April 27, 2024
Homeસાપુતારામાં સુરતથી ફરવા ગયેલા પાટીદાર યુવકોએ ટેબલ પોઈન્ટ પર ગરબા રમીને સોશિયલ...
Array

સાપુતારામાં સુરતથી ફરવા ગયેલા પાટીદાર યુવકોએ ટેબલ પોઈન્ટ પર ગરબા રમીને સોશિયલ ડિસ્ટન્સના નિયમો તોડ્યા

- Advertisement -

લોકડાઉન બાદ લોકો હવે સામાન્ય સ્થિતિનો અનુભવ કરવા લાગ્યા છે. વીક એન્ડમાં ફરીથી સુરતીઓ સાપુતારાની ટ્રીપ લગાવવા લાગ્યા છે. ત્યારે સાપુતારાના ટેબલ પોઈન્ટ પર ફરવા ગયેલા સુરતના પાસના આગેવાન સહિતના યુવકોએ ગરબા રમ્યા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે પાસના કન્વિનર અલ્પેશ કથિયારીએ કહ્યું કે, માનસિક તણાવ દૂર કરવા માટે સાપુતારા ફરવા ગયા હતાં.

પાટીદાર યુવકો ગરબે રમ્યા
સાપુતારામાં આવેલા ટેબલ પોઈન્ટના વાહન પાર્કિંગમાં જ નવરાત્રિ અગાઉ પાટીદાર યુવકો ગરબે રમતા જોવા મળ્યાં હતાં. નવરાત્રિના ગરબા શરૂ કરીને પાટીદાર યુવકોએ ગરબા શરૂ કર્યા હતાં. જેને જોવા માટે અન્ય પ્રવાસીઓના ટોળા વળી ગયાં હતાં. જેથી સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ધજાગરા ઉડ્યાં હતાં.

સાપુતારા તંત્ર ગરબા અંગે અજાણ
સાપુતારામાં પાટીદાર યુવકોએ ગરબા કર્યાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે જે અંગે સાપુતારા તંત્રનો સંપર્ક કરવામાં આવતાં તેઓ અજાણ હોવાનું અને તપાસ કરવા અંગે કહ્યું હતું. સાપુતારા તંત્રને ઘોર નિંદ્રામાં રાખીને પાટીદાર યુવકોએ અને પાસના નેતાઓએ કોરોનાનો ડર કોરાણે મુકીને રમેલા ગરબા હાલ સોશિયલ મીડિયામાં ટીકાપાત્ર બન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular