Wednesday, May 1, 2024
HomeગુજરાતGUJARAT: આણંદના શાસ્ત્રી સબ-ડિવિઝનમાં પ્રિ-પેઈડ વીજ મીટર લગાવાશે

GUJARAT: આણંદના શાસ્ત્રી સબ-ડિવિઝનમાં પ્રિ-પેઈડ વીજ મીટર લગાવાશે

- Advertisement -

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર નાખવાની કામગીરી શરૃ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદ શહેરમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરના સર્વેની કામગીરી કરવામાં આવી છે. હાલ શહેરના શાસ્ત્રી સબ-ડિવિઝનમાં પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થશે.આ પ્રોજેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે. જેમણે આ અંગેની કામગીરી ખાનગી કંપનીને આપેલી છે. ગત માર્ચ માસમાં કંપનીના વિવિધ ટીમના સભ્યો દ્વારા ગ્રાહકના સ્થળે જઈ હયાત વીજ મીટર, મીટર બોક્સ તથા સર્વિસ કેબલ અંગેનીઆમ આ સપ્તાહના અંતિમ ગાળામાં નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક ઉપર નહીં આવે. સ્માર્ટ વીજ મીટરથી ગ્રાહક દ્વારા કરાતા વીજ વપરાશ મુજબ જ બીલ આવશે.

ઉલ્લેખનીય છે કે, વીજ બીલ આવ્યા બાદ તેના નાણાં ભરવાની અને સમય મર્યાદામાં વીજ બીલ ન ભરાય તો વીજ સપ્લાય કટ કરવાની સીસ્ટમ હાલ ચાલે છે પરંતુ નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરમાં મોબાઈલના સીમકાર્ડની જેમ અગાઉથી નાણાં જમા કરાવવા પડશે. એટલે કે જેટલા એડવાન્સ નાણાં ભર્યા હશે તે મુજબ વીજ ગ્રાહક વીજળીનો વપરાશ કરી શકશે. ગ્રાહકોએ ગુગલ પ્લે સ્ટોર પરથી પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી, એસજીવીસીએલ તરફથી પ્રાપ્ત એસએમએસ પર ગ્રાહક નંબરનો ઉપયોગ કરી નોંધણી કરાવવાની રહેશે. બાદમાં એપમાં લોગ-ઈન થયા બાદ રિચાર્જ કરાવવાનું રહેશે.  સર્વેની નોંધણી કરવામાં આવી હતી. શહેરના શાસ્ત્રી ડિવિઝનમાં લગભગ ૧૭ હજાર ગ્રાહકોનો સર્વે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular