Wednesday, May 1, 2024
Homeવર્લ્ડWORLD: જ્યાં વર્ષા એક સ્વપ્ન છે તેમાં દુબઈ, ઓમાનમાં અણ ચિંતવ્યો ભારે...

WORLD: જ્યાં વર્ષા એક સ્વપ્ન છે તેમાં દુબઈ, ઓમાનમાં અણ ચિંતવ્યો ભારે વરસાદ કઈ રીતે થયો ?

- Advertisement -

દુબઈ, મસ્કત : મંગળવારે દુબઈમાં ભારે વર્ષાથી જનજીવન ખોરવાઈ ગયું હતું. રણ પ્રદેશમાં આવેલાં આ શહેરમાં ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. મુખ્ય હાઈવેનાં અને એરપોર્ટ પણ જળ બંબાકાર બની ગયા હતા. દુબઈ એરપોર્ટ ૨૫ મિનિટ સુધી બંધ રાખવું પડયું હતું બપોર પછી તે ખુલ્લું મુકવામાં આવ્યું. એ.પી.પ્રેસ જણાવે છે કે દોઢ વર્ષમાં થતો વરસાદ છેલ્લાં ૨૪ કલાકમાં જ પડી જતાં આ પરિસ્થિતિ સર્જાઈ હતી.

વાસ્તવમાં સોમવારે મોડી રાતથી જ ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો હતો અને મંગળવારે તે ઘણો વધી ગયો હતો. દિવસનાં અંતે તે ૧૪૨ મીમી (૫.૫૯ ઈંચ) જેટલો નોંધાયો હતો. વાસ્તવમાં દુબઈનો વાર્ષિક વરસાદ જ ૯૪.૭ મીમી. (૩.૩૭ ઈંચ) જેટલો છે.આથી દુબઈમાં માર્ગો જળબંબાકાર બની ગયા હતા, સરકારે લોકોને અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર નહીં જવા ચેતવણી આપી હતી. આવી જ પરિસ્થિતિ ઓમન અને તેના પાટનગર મસ્તકમાં જોવા મળી હતી.

આ અણચિંતવ્યા વરસાદ અંગે સી.એન.એન. જણાવે છે કે, વાસ્તવમાં અરેબિયન પેનિન્સ્યુલા પર ઉપસ્થિત થયેલી લાર્જ સ્ટોર્મ સીસ્ટીમ (ચક્રવાતી પરિસ્થિતિ) અરેબિયન પેનિન્સ્યુલ પરથી ગલ્ફ ઓફ ઓમન અને દક્ષિણ ઈરાન તરફ ધસી જતાં તેણે ભારે વર્ષા વરસાવી હતી. જેથી યુએઈ અને ઓમાનમાં અનેક જગ્યાએ ભારે વરસાદનાં કારણે મોટરો પણ ડૂબી ગઈ હતી. મોટા વાહનોને સ્થગિત કરી દેવા પડયા હતા. દુબઈના મેટ્રો સ્ટેશનમાં પણ પાણી ઘૂસી ગયા હતા.

આ અંગે ઋતુ પરિવર્તીત નિષ્ણાત અને લંડનની ઈમ્પીરીયા કોલેજની ઈન્સ્ટીટયુટ ઓફ કલાઈમેટ ચેન્જનાં અગ્રણી ફ્રીડ્રીકે ઓટો જણાવે છે કે, ગ્લોબલ વોર્મિંગને લીધે આ ઘટના બની હશે. સંભવ તે પણ છે કે ઓમાન અને દુબઈમાં આવી ખાના-ખરાબી કરતો વરસાદ આવ્યો તે માટે માનવ સર્જિત ઋતુ પરિવર્તન વધુ જવાબદાર છે.

દરમિયાન બ્લુમબર્ગે જણાવ્યું છે કે, ‘કલા ઉડ સીડીંગ’ (વાદળો પર કરેલા છંટકાવ)ને લીધે આટલો વરસાદ થયો હશે. વાસ્તવમાં યુ.એ.ઈ.એ ૨૦૦૨થી કલાઉડ સીડીંગ શરૂ કર્યું છે તેમાં વાદળો ઉપર વિમાનમાંથી રસાયણો અને ઝીણાં કણો છાંટવામાં આવે છે. તેમાં પોટેશ્યમ કલોરાઈડ મુખ્ય છે. આથી વાદળોમાં રહેલું પાણી છૂટું પડી વરસાદ રૂપે વરસી જાય છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular