AHMEDABAD : સ્પોર્ટ્સ ઓથોરિટીમાં પ્લેયર સિલેક્શનની જવાબદારી ફાઈનાન્સના એક્સપર્ટને સોંપી

0
86
meetarticle

એક તરફ ગુજરાતમાં ૨૦૨૬નો ઓલિમ્પિક્સ અને ૨૦૨૯ના પોલીસ વર્લ્ડ ગેમ્સનું આયોજન કરવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે બીજીતરફ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે દરેક રમતના જાણકાર અને રમતગમતના અનુભવી કોચને તેમના હોદ્દા પરથી દૂર કરીને તેમને સ્થાના આસિસ્ટન્ટ ડિરેક્ટર ફાઈનાન્સ મિતેશ બારોટ અને અમિત ગામિતને ખેલાડીઓને પસંદ કરીને તાલીમ આપવાની જવાબદારી સોંપી દીધી છે. ખેલાડીઓને પસંદ કરવા માટે નિયુક્ત થયેલા બંને હોદ્દેદારોને વહીવટી કામગીરીની સમજણ છે. રમતગમતના નિષ્ણાત તરીકેની સૂઝ નથી. તેમને જે નવા ૧૪ મદદનીશો આપવામાં આવ્યા છે તેમાં પણ ખેલાડીઓને પારખી શકે તેવી કુશળતાવાળા ખેલાડીઓ જ નથી.

એથ્લેટિક્સ કોચર એલ.પી. બારિયા, ડિસ્ટ્રીક્ટ કોચ ભૌમિક ઓઝા,  કિલ્લાલ સાપરિયા, ઓમ પ્રકાશ, સૌમ્યા જોશી, હર્ષ દરજી, મનીષ જિલડિયા, રાહુલ સાગઠિયા, હિમાંશું ચૌહાણ, મહેશ ચૌધરી અને દિનેશ કદમને આગામી વરસોમાં થનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે શાળાના સ્તરેથી કિશોર અને તરુણ વયના ખેલાડીઓને પસંદ કરીને તૈયાર કરવાની જવાબદારીમાંથી મુક્તિ કરી દેવામાં આવ્યા છે.

સ્પોર્ટ્સ એકેડમીની યોજના હેઠળ નેશનલ લેવલની ગેમમાં મેડલ મેળવનારાઓ અને સારુ પરફોર્મન્સ આપનારા ખેલાડીને પસંદ કરીને તેમને હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં રહેવા, ખાવાપીવા અને તાલીમની સુવિધા આપવામાં આવે છે.તેમને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં રમવા જવા માટે રૃા. ૨૫ લાખની મદદ કરવામાં આવે છે. તેમ જ ડીએલએસએસ-ડિસ્ટ્રીક્ટ લર્નિંગ સ્પોર્ટ્સ સ્કૂલની યોજનામાં રાજ્ય લેવલના તથા નેશનલ લેવલ સુધી પહોંચેલા ખેલાડીઓમાંથી પ્રતિભાવાન ખેલાડીઓને પસંદ કરીને તેમને તાલીમ આપીને ભવિષ્યના ટુર્નામેન્ટ માટૈ તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. શક્તિદૂધ યોજના પણ આ જ કેટેગરીમાં આવતી યોજના છે. ખેલો ઇન્ડિયા અને ખેલે ગુજરાત યોજના પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ ચાલે છે. ેતને માટે પણ ખેલાડીઓની પસંદગી કરવાનું જવાબદારી રમતગમતના જાણકાર ન હોય તેવી બેે વ્યક્તિની ટીમને સોંપી દેવામાં આવી છે.

સામાન્ય રીતે ઇનસ્કૂલ, ડીએલએસસ અને સ્પોર્ટ્સ એકેડમીની સ્કીમમાં તેજસ્વી રમતવીરોની પસંદગી કરવાની કામગીરી સ્પોર્ટ્સના જાણકાર જ સુપેરે કરી શકે છે. પરંતુ ગુજરાતના કમનસીબે કાબેલ રમતવીરોને તેમના હોદ્દા પરથી દૂર કરી તેમને સ્થાને ફાઈનાન્સ અને વહીટવના જાણકાર અધિકારી ગોઠવીને તેમને કોન્ટ્રાક્ટ પર કામ કરવા જોડાયેલા ૧૪ જેટલા નવશીખાવની ટીમ આપીને નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નોમેન્ટ માટે ખેલાડીઓ પસંદ કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. તેમની પાસે ખેલાડીની ટેકનિકલ કુશળતાને પારખવાની ક્ષમતા જ નથી.

અનુભવી ખેલાડીઓ તથા કોચને દૂર કરીને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે ઇન સ્કૂલ, ડીએલએસએસ એટલે કે ડિસ્ટ્રીક્ટ લર્નિગ સ્પોર્ટ્સ સ્કૂલ, ખેલ મહાકુંભ, સેન્ટર ઓફ એક્સિલન્સ માટે વિદ્યાર્થીઓ પસંદ કરવાની જવાબદારી સ્પોર્ટ્સના બિનઅનુભવી અને કોન્ટ્રાક્ટ પર નોકરી મેળવનારાઓને સોંપી દેવામાં આવી છે. નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે કોન્ટ્રાક્ટ પર માનવબળ પૂરી પાડતી સંસ્થા વિશ્વા એન્ટર પ્રાઈસે કોન્ટ્રાક્ટ પર આ માણસો પૂરા પાડયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here