Saturday, May 18, 2024
Homeગુજરાતસાણંદ : બે ઇસમોએ યુવકનું અપહરણ કરી 2 લાખ ખંડણીની માંગ

સાણંદ : બે ઇસમોએ યુવકનું અપહરણ કરી 2 લાખ ખંડણીની માંગ

- Advertisement -

સાણંદના મોરૈયા ગામ પાસે પીલુપૂરા ગામે ઓરડીમાંથી 27 વર્ષીય યુવકનું અજાણ્યા બે ઇસમોએ અપહરણ કરી યુવકના ફોનમાંથી તેના પિતરાઇ ભાઈને ફોન કરી રૂ.2 લાખ આગડિયામાં મોકલી દો નહિતર યુવકને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર ઘટનાને લઈને મહેસાણાથી યુવકના પરિવારજનો ચાંગોદર પોલીસમાં ફરિયાદ કરવા દોડી આવ્યા હતા.

મહેસાણાના વિજાપૂર તાલુકાનાં ઉબખલ ગામના ભૌતિકકુમાર ચંદ્ર્કાંત જોશીના ફોન ઉપર 31 માર્ચના રોજ સવારે તેઓના કાકા રજનીકાંતભાઈના દીકરા સની (ઉં.27)ના નંબર પરથી ફોન આવ્યો હતો. તે ફોન ઉપર ઉમંગ નામના અજાણ્યા વ્યક્તિએ વાત કરી હતી કે આ સનીએ મારી પત્ની સાથે ચેટિંગમાં વાત કરતો હતો અને તેને પીલુપૂરા તેની ઓરડીથી ઉઠાવી લીધો છે.

જેથી ભૌતિકકુમારે તમે જે જગ્યાએ બોલાવો ત્યાં હું અને મારી બહેનને લઈને આવું છુ અને વાત પતાવી દઈએ તેમ કહેતા અપહરણ કરનારા ઉમંગે 2 લાખ રૂપિયા આંગડિયા પેઢીમાં અમદાવાદમાં સનીના નામે મોકલી આપવા માગ કરી હતી. ભૌતિકકુમાર ઘરેથી નીકળી ભાડાની ગાડી કરી સાણંદ તાલુકાનાં ચંગોદાર પોલીસ સ્ટેશન ખાતે નીકળ્યા હતા. તેમજ ભૌતિકકુમારે ડાયલ 100 ઉપર ફોન કરી મહેસાણ કંટ્રોલરુમમાં જાણ કરી હતી. તેમજ ઉમંગ અને અજાણ્યા વ્યક્તિઓ સનીને છોડાવવા રૂપિયાની માંગણી કરતાં ભૌતિકકુમારે ચાંગોદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચાંગોદર પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular