Sunday, May 5, 2024
Homeગુજરાતછોટા ઉદેપુર : ડભોઈમાં સફાઇ કર્મીનો આત્મવિલોપનનો પ્રયાસ

છોટા ઉદેપુર : ડભોઈમાં સફાઇ કર્મીનો આત્મવિલોપનનો પ્રયાસ

- Advertisement -

ડભોઇ નગરપાલિકાની બહાર પાછલા 25 દિવસથી પોતાની માગણીઓને લઈ રોજમદાર સફાઇ કામદારો તેમજ પેન્શનરો હડતાળ પર ઉતરી સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત નામના સંગઠનના નેજા હેઠળ જલદ આંદોલન સાથે પોતાની લડત ચલાવી રહ્યા છે. ત્યારે સત્તાધારીઓના પેટનું પાણી પણ હાલતું ના હોઇ પોતાનું જીવન નિર્વાહ દુષ્કર બની જતાં હડતાળ પર ઉતરેલા કામદારોમાંથી એક કામદારે કંટાળીને આવેશમાં આવી પાલિકાના ચીફ ઓફિસરની ચેમ્બર બહાર જ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી.

ડભોઇ પાલિકાના સફાઇ કામદારોને પાલિકા દ્વારા નિયમિત પગાર ન અપાતો હોઇ, તેમજ પીએફની રકમ સહિત પોતાના અધિકારો, રોજમદાર કામદારોને વર્ષોથી કાયમી ના કરાતાં સફાઇ કામદારોએ સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત નામના સંગઠનના પ્રમુખ જીતુભાઇ બારૈયાની આગેવાની હેઠળ 7 માર્ચ 2022થી પોતાની માગણીઓને લઈ અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરી લડત ચલાવી રહ્યા છે. છતાં સતાધારીઓના પેટનું પાણી ના હાલતાં જલદ કાર્યક્રમો આપવાની શરૂઆત કરાઇ હતી. જેના ભાગરૂપે મુખ્યમંત્રીના પૂતળા દહનનો પ્રયાસ, રેલી, ભજન કાર્યક્રમ સહિત વડોદરા વિભાગીય નગરપાલિકા કમિશનરની કચેરી ખાતે સામૂહિક રજૂઆતો કરાઇ હતી.

છૂટા કરવાની વાતના ડરથી આત્મવિલોપનનું પગલું

ડભોઇ પાલિકામાં રોજમદાર સફાઇ કામદાર તરીકે 162 સફાઇ કર્મીઓ વર્ષોથી કાર્યરત છે. ત્યારે શુક્રવારે હડતાળના સમાધાનની મીટિંગમાં પાલિકાના ચીફ ઓફિસરે રોજમદારોને હવે છૂટા કરી દેવાશે તેવી વાત કરી હતી. આવેશમાં આવી રોજીરોટી અને જીવન નિર્વાહના ડરથી ઝેરી દવા પી સફાઇ કામદારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. – જીતુભાઇ બારૈયા, પ્રમુખ, સમસ્ત વાલ્મીકી સમાજ, ગુજરાત

ડભોઇના ઇતિહાસમાં લાંબી ચાલેલી હડતાળથી આશ્ચર્ય

ડભોઇ નગરપાલિકાના અણઘડ વહીવટને પરિણામે પાછલા 25 દિવસથી ચાલતી સફાઇકામદારોની હડતાળનો અંત ના આવતાં આશ્ચર્ય સર્જાયું છે. સમગ્ર ગુજરાતમાં પાલિકાના સફાઇ કામદારોની લડત હવે રાજકીય વળાંક લઈ રહી છે. આંદોલનને સ્થાનિક રાજકારણીઓ નજર અંદાજ કરી રહ્યા હોઇ સમગ્ર રાજ્યમાં સફાઇ કામદારોની લડતનો પલીતો ચંપાય તો નવાઇ નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular