Friday, May 3, 2024
HomeગુજરાતGUJARAT: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ઘટાડો,ખેત પેદાશની હરાજી............

GUJARAT: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવમાં ઘટાડો,ખેત પેદાશની હરાજી…………

- Advertisement -

અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા યાર્ડમાં વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોને સારા ભાવ મળ્યાં હતા. જોકે કપાસના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કપાસના ભાવ 1441 રૂપિયાએ પહોંચી ગયા છે. અમરેલી જિલ્લામા મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનાં 1263 રૂપિયા ભાવ રહ્યો હતો.સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી 1441 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે કપાસની 560 મણની આવક નોંધાય હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1070 રૂપિયાથી લઇને 1235 રૂપિયા બોલાયો હતો.

સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી. ધાણાનો ભાવ 1300 રૂપિયાથી 1605 રૂપિયા નોંધાયો હતો. આજે યાર્ડમાં 100 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 430 રૂપિયાથી લઇને 530 રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઇને 576 રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 2300 મણ ઘઉંની આવક થઈ હતી.

સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2482 રૂપિયાથી લઇને 2730 રૂપિય નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ 3200 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં 50 મણ તલની આવકનો થઇ હતી.સોયાબીનનો ભાવ 800 થી 883 રૂપિયા બોલાયો હતો. 150 મણ સોયાબીનની આવક થઇ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઇને આવી રહ્યાં છે. તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular