Friday, May 3, 2024
HomeNATIONALNATIONAL: બંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ ECની કાર્યવાહી, 303 CAPF કંપનીઓ થશે...

NATIONAL: બંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ ECની કાર્યવાહી, 303 CAPF કંપનીઓ થશે તૈનાત

- Advertisement -

બંગાળમાં પ્રથમ તબક્કામાં હિંસા બાદ ECએ કાર્યવાહી તેજ કરી છે. કૂચબિહારમાં 19 એપ્રિલે થયેલી અથડામણને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારી દેવામાં આવી છે. કારણે કે બીજા તબક્કામાં ફરી આવી ઘટના ન ઘટે તે માટે ECએ 303 CAPF કંપનીઓ તૈનાત કરવા આદેશ આપ્યો છે. પશ્ચિમ બંગાળમાં 26 એપ્રિલે ચૂંટણી બીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં રાયગંજ, દાર્જિલિંગ અને બાલુરઘાટ જિલ્લામાં મતદાનને લઇ સુરક્ષા-વ્યવસ્થા વધારી દીધી છે.

મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કૂચબિહાર સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં થયેલી છૂટાછવાયા હિંસામાંથી બોધપાઠ લઈને , ચૂંટણી પંચે હવે રાજ્યમાં સુરક્ષાનું સ્તર વધારવાનો નિર્ણય લીધો છે. ચૂંટણીનો બીજા તબક્કોમાં પશ્ચિમ બંગાળના ચૂંટણી વિસ્તારોમાં CAPFની તૈનાતી વધારવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે.

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ આ મામલે કહ્યું કે બીજા તબક્કા હેઠળ રાયગંજ, દાર્જિલિંગ અને બાલુરઘાટ જિલ્લામાં ચૂંટણી યોજાશે. આ માટે ચૂંટણી પંચે આ જિલ્લાઓમાં CAPFની 303 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે, જેથી ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થઈ શકે અને રાજ્યમાં કોઈ અપ્રિય પરિસ્થિતિ ઊભી ન થાય.

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે, CAPFની 273 કંપનીઓ રાજ્યમાં પહેલેથી જ તૈનાત છે અને 30 વધુ કંપનીઓ રવિવાર સુધીમાં રાજ્યમાં પહોંચી જશે, આ રીતે પશ્ચિમ બંગાળમાં 303 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. સિક્કિમ અને મેઘાલયમાંથી 30 વધારાની કંપનીઓ આવશે.

રાજ્યના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીની નારાજગી વચ્ચે રાજ્યમાં સુરક્ષા દળોની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. આ પહેલા શુક્રવારે (19 એપ્રિલ, 2024) મમતા બેનર્જીએ CAPFના સંદર્ભમાં લખેલા પત્રને લઈને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું હતું. શુક્રવારે એક ચૂંટણી રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂછ્યું હતું કે તમે રાજ્ય પોલીસને બાયપાસ કરીને ચૂંટણી કેવી રીતે કરાવી શકો છો?

જોકે, શુક્રવાર (19 એપ્રિલ, 2024)ના રોજ મતદાન શરૂ થયાના થોડા સમય પછી, કૂચ બિહારના ઘણા વિસ્તારોમાં BJP અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના સમાચાર હતા. બાદમાં માથાભાંગામાં વધુ વિવાદ નોંધાયો હતો. બંને બાજુ લાકડીઓ અને સળિયાના ઉપયોગની પણ માહિતી મળી હતી. કૂચ બિહારને શરૂઆતથી જ સંવેદનશીલ સીટ માનીને ચૂંટણી પંચે અહીં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી હતી.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular