Sunday, May 19, 2024
Homeદેશશિવસેના સ્થાપના દિવસ : ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આમને-સામને

શિવસેના સ્થાપના દિવસ : ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આમને-સામને

- Advertisement -

ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો ફરી એકવાર સામસામે જોવા મળી રહ્યા છે. પરંતુ આ વખતે ન તો પક્ષ છોડ્યો છે કે ન તો કોઈ કોઈ જૂથમાં જોડાયું છે. આજે 19 જૂને ઉદ્ધવ અને શિંદે બંને શિવસેનાનો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના ગોરેગાંવના નેસ્કો ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરશે. તે જ સમયે શિવસેના (UBT) મધ્ય મુંબઈના સિયોનમાં એક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. આ અંગે પોસ્ટર વોર શરૂ થઈ ચૂકી છે.

શિંદે જૂથે કલાનગર વિસ્તારમાં પોસ્ટર વોર શરૂ કર્યું છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ઉદ્ધવ ઠાકરેનું નિવાસસ્થાન માતોશ્રી આવેલું છે. આ વિસ્તારના પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે લાયન્સ લીગ હવે ગોરેગાંવ ખસેડવામાં આવી છે.

વર્ષ 2022માં શિવસેના એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈ ગયા હતા. તેમણે દાવો કર્યો કે તેમની શિવસેના જ અસલી શિવસેના છે. પાર્ટીને અંકુશમાં રાખવાની લડાઈમાં બંને પક્ષો ચૂંટણી પંચ પહોંચ્યા, જ્યાં નિર્ણય શિંદેની તરફેણમાં ગયો. ચૂંટણી પંચે એકનાથ શિંદેના જૂથની શિવસેનાને વાસ્તવિક શિવસેના જાહેર કરી હતી. પાર્ટીનું ચૂંટણી ચિન્હ ધનુષ અને તીર પણ શિંદે જૂથને આપવામાં આવ્યું હતું.

ઉદ્ધવ ઠાકરે જૂથનું નામ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) હતું. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મશાલનું પ્રતીક આપવામાં આવ્યું હતું. આ પહેલા પણ દશેરા રેલીને લઈને બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. હવે ફરી એકવાર બંને શિવસેનાના સ્થાપના દિવસ પર આમને-સામને જોવા મળી રહ્યા છે. સ્થાપના દિવસના એક દિવસ પહેલા જ્યારે ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં રાજ્યના અધિકારીઓની બેઠક યોજી રહ્યા હતા, ત્યારે મહારાષ્ટ્રના એમએલસી મનીષા કાયંદે ઉદ્ધવ ઠાકરેને છોડીને એકનાથ શિંદે જૂથમાં જોડાયા હતા. કાયંદેનો આરોપ છે કે ઠાકરે જૂથની મહિલાઓ પાસે પૈસા માંગવામાં આવે છે. બે દિવસમાં ઉદ્ધવ ઠાકરે માટે આ બીજો ફટકો હતો. આના એક દિવસ પહેલા શિશિર શિંદેએ પણ રાજીનામું આપી દીધું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular