Wednesday, May 1, 2024
HomeNATIONALNATIONAL: ઝૂંપડીમાં રહેનારા પવન કુમારે પાસ કરી UPSCની પરીક્ષા,મહેનતને સલામ

NATIONAL: ઝૂંપડીમાં રહેનારા પવન કુમારે પાસ કરી UPSCની પરીક્ષા,મહેનતને સલામ

- Advertisement -

સિદ્ધિ તેને જઇ વળે જે પરસેવે ન્હાય. પછી તે વાત સફળતાની હોય કે પૈસા કમાવવાની. મહેનતનો કોઇ વિકલ્પ હોઇ જ ન શકે. તમે જો મન લગાવીને પોતાનુ 100 પર્સન્ટ આપીને કોઇ કાર્ય કરો તો પહેલા નહી તો બીજા ટ્રાયલે, પણ અંતે સફળતા તો મળે જ. જે સાબિત કરી બતાવ્યું છે UPSCની પરીક્ષામાં પાસ થનાર પવનકુમાર.

ચૂલા પર રસોઇ કરતી માતા અને બહેનો, ઘરમાં છત પણ પાકી નહી. ઘર નહી ઝૂંપડી કહી શકાય.કાચા મકાનમાં રહેનારા પવનને યુપીએસસીમાં 239 રેન્ક મેળવીને પોતાની મહેનતને સિદ્ધ કરી છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરના એક સામાન્ય ગામડાના પવન કુમારે તેનું UPSCનું સપનું સાકાર કર્યું છે. જેને લઇને પરિવાર તથા ગામમાં હરખની લાગણી જોવા મળી રહી છે.

પવન કુમારને ત્રીજા ટ્રાયલે યુપીએસસીની પરીક્ષામાં સફળતા મળી છે. પવનની સફળતાથી પરિવારમાં ખુશીનો માહોલ છે. હાલ તેના ઘરે અભિનંદન પાઠવતા લોકો ઉમટી પડ્યા છે. પવન કુમાર દિલ્હીમાં રહીને UPSCની તૈયારી કરી રહ્યો હતો. તેના ઘરનો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

પવન કુમારના પિતાનું નામ મુકેશ છે અને તે એક ખેડૂત છે. પવનની માતા સુમન દેવી ગૃહિણી છે. પવનને ત્રણ બહેનો છે. મહત્વનું છે કે પવને 2017માં નવોદય સ્કૂલમાંથી ઈન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી હતી. ઇન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કર્યા બાદ તેણે અલ્હાબાદમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ પવન કુમારે દિલ્હીના કોચિંગ સેન્ટરમાં સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી શરૂ કરી. 2 વર્ષના કોચિંગ પછી, પવન મોટાભાગે તેના રૂમમાં જ રહીને એકલા જ અભ્યાસ કરતો હતો. પવન કુમારે ત્રીજા પ્રયાસમાં સફળતા હાંસલ કરી હતી. પવનનો પરિવાર તેની સફળતાથી ઘણો ખુશ છે.

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular