SPORTS : સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈને હરાવીને IPLના ઈતિહાસમાં ચોથો સૌથી વધુ સફળ રન ચેઝ કર્યો.

0
14
meetarticle

સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ચોથા ક્રમનો સૌથી મોટો રન ચેઝ પૂર્ણ કરીને SRH એ ઈતિહાસ રચ્યો. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા પછી MI એ પોતાના પગમાં ગોળી મારી દીધી, કારણ કે બીજી ઈનિંગમાં બોલ ખૂબ ભીનો થઈ ગયો હતો. તેથી મુંબઈ 243 રન બનાવવા છતાં હારી ગયું.

IPLમાં ચોથો સૌથી મોટો રન ચેઝ

સનરાઈઝર્સ હૈદરાબાદે 244 રનના ટાર્ગેટનો પીછો કરીને મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું. આ IPLના ઈતિહાસમાં ચોથો સૌથી મોટો રન ચેઝ છે અને હૈદરાબાદની ટીમ દ્વારા બીજા નંબરનો સૌથી મોટો રન ચેઝ છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ રાયન રિકલ્ટનના ઐતિહાસિક 123 રનની મદદથી 243 રનનો સ્કોર બનાવ્યો. જવાબમાં હૈદરાબાદે 8 બોલ બાકી રહેતા આ વિશાળ ટાર્ગેટ હાંસલ કરી લીધું.

265 રન – પંજાબ કિંગ્સ Vs દિલ્હી કેપિટલ્સ

262 રન – પંજાબ કિંગ્સ Vs કોલકાતા નાઈટ રાઈડર્સ

246 રન – સનરાઈઝર્સ હૈદરાબાદ Vs પંજાબ કિંગ્સ

244 રન – સનરાઈઝર્સ હૈદરાબાદ Vs મુંબઈ ઈન્ડિયન્સ

SRH એ ઈતિહાસ કેવી રીતે રચ્યો?

સનરાઈઝર્સ હૈદરાબાદ રેકોર્ડ 244 રનનો પીછો કરવામાં કેવી રીતે સફળ રહ્યું. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે 129 રનની ઓપનિંગ પાર્ટનરશીપે સાથે હૈદરાબાદની જીતનો પાયો નાખ્યો. અભિષેકે 24 બોલમાં 45 રન બનાવ્યા. દરમિયાન બીજી તરફ, ટ્રેવિસ હેડને ઈનિંગની શરૂઆતમાં રાહત મળી અને તેને તેનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો, 30 બોલમાં 76 રન બનાવ્યા.

6 બોલમાં જ SRH એ અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી. જ્યારે એવું લાગતું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ વાપસી કરશે, ત્યારે હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડી વચ્ચે 80 રનની પાર્ટનરશીપે MI ની જીતની આશા લગભગ ખતમ કરી દીધી. ક્લાસેન 30 બોલમાં 65 રન બનાવીને અણનમ રહ્યો. સલિલ અરોરા પણ હૈદરાબાદની જીતનો હીરો હતો, તેને 10 બોલમાં 30 રનનો કેમિયો રમ્યો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here