SPORTS : ચેન્નાઈએ સિઝનમાં બીજી વખત મુંબઈને હરાવ્યું, કેપ્ટન ગાયકવાડ અને કાર્તિક શર્માએ અડધી સદી ફટકારી અને અંશુલ કંબોજે 3 વિકેટ લીધી.

0
29
meetarticle

IPL 2026 ના 44મા મુકાબલામાં CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે ખરાબ રીતે હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે 160 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને પાંચ વખતની ચેમ્પિયન CSK એ 18.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. 

મુંબઈની 7મી હાર, CSKની ચોથી જીત

IPL 2026 માં મુંબઈની આ 7મી હાર છે. આ હાર સાથે મુંબઈનો સિઝનની પ્લે ઓફમાંથી બહાર થવાનો ખતરો વધી ગયો છે. યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટે ધૂળ ચટાડીને સીઝનની ચોથી જીત પોતાના નામે કરી છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને કાર્તિક શર્મા ચેન્નાઈની આ શાનદાર જીતના હીરો રહ્યા હતા. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી અને અણનમ પરત ફર્યા હતા.

સ્કોર કાર્ડ

MI: 159/7(20)

CSK: 160/2(18.1)

મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને આપ્યો હતો 160 રનનો લક્ષ્યાંક

તોફાની શરૂઆત કરવા છતાં મુંબઈ ઇન્ડિયન્સ 20 ઓવરમાં માત્ર 159 રન જ બનાવી શકી હતી. એક સમયે 10 ઓવરમાં MIનો સ્કોર 2 વિકેટે 90 રન હતો. સરળતાથી ચોગ્ગા-છગ્ગા લાગી રહ્યા હતા, પરંતુ ત્યારબાદ ટીમ વિખેરાઈ ગઈ હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટેસ્ટ જેવી બેટિંગ કરી હતી. તે 23 બોલમાં માત્ર 18 રન જ બનાવી શક્યો હતો. ત્રણ નંબર પર આવેલા નમન ધીરે 37 બોલમાં 57 રન બનાવ્યા હતા. રિયાન રિકલ્ટને 24 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી. ચેન્નાઈ માટે અંશુલ કંબોજે ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે નૂર અહેમદને બે સફળતા મળી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here