ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા પ્રવાસની પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ટીમને 165 રને કચડીને 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ગોલ ખાતે રમાયેલી આ મેચના પાંચમા અને અંતિમ દિવસે ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શને શ્રીલંકાની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી દીધી હતી.
ભારત તરફથી યુવા સ્પિનર માનવ સુથારે બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ અને સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ ઝડપીને શ્રીલંકાની હાર નક્કી કરી નાખી હતી. આ તેનો સતત બીજી ટેસ્ટ મેચમાં ‘ફાઈવ-વિકેટ હોલ’ રહ્યો છે.

જાડેજાએ તોડી પાર્ટનરશિપ, લંચ પછી સુથારનો તરખાટ
પાંચમા દિવસની શરૂઆતમાં શ્રીલંકાએ 84/4 ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને સોનલ દિનુશા વચ્ચે પાંચમી વિકેટ માટે 95 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. રવીન્દ્ર જાડેજાએ ધનંજયને આઉટ કરી ભારતને મોટો બ્રેકથ્રૂ અપાવ્યો હતો. ત્યારબાદ પ્રસિદ્ધ કૃષ્ણાએ નિરોશન ડિકવેલાને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
23 ઓગસ્ટથી કોલંબોમાં બીજી ટેસ્ટ
ગોલ ખાતે મળેલી આ દમદાર જીત બાદ કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ શ્રેણી જીતવાના મજબૂત ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

