SPORTS : 26 બોલમાં 8 ફોર, 7 સિક્સ, 300નો સ્ટ્રાઈક રેટ : વૈભવ સૂર્યવંશીની ફરી તોફાની બેટિંગ

0
29
meetarticle

આઈપીએલ 2026માં 15 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ ગુવાહાટીના મેદાન પર ચોતરફ ફોર-સિક્સ ફટકારી, રનનો વરસાદ કરી ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના આ ઓપનરે માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારી દીધા હતા. વૈભવે પોતાની આ તોફાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.

વૈભવે ભુવનેશ્વર, અભિનંદન, હેઝલવુડની કરી ધોલાઈ

વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ઈતિહાસ રચ્યો હતો. તેણે અનુભવી બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. મેચની પહેલી જ ઓવરમાં ભુવનેશ્વર કુમાર વિરુદ્ધ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ અભિનંદન શર્માની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. ચોથી ઓવરમાં તેણે જોશ હેઝલવુડના છેલ્લા ચાર બોલ પર 4, 4, 4 અને 6 રન ફટકારીને દર્શકોને ખુશ કરી દીધા છે. ત્યારબાદ ભુવનેશ્વર કુમારની ઓવરમાં સતત બે છગ્ગા ફટકારીને તેણે 15 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. તે સદી તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે ક્રુણાલ પંડ્યાના બોલ પર મોટો શોટ મારવા જતાં વિરાટ કોહલીના હાથે કેચ આઉટ થયો હતો.

IPL-2026માં વૈભવે બીજી વખત 15 બોલમાં ફિફ્ટી ફટકારી 

વૈભવે IPL-2026માં બીજી વખત 15 બોલમાં ફિફ્ટી ફટકારી છે. અગાઉ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પણ તેણે આ કારનામું કર્યું હતું. આ સાથે જ તે આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ભારતીય બેટર્સની યાદીમાં યુસુફ પઠાણની સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને આવી ગયો છે. તે આઈપીએલના ઈતિહાસમાં ત્રણ વખત 20થી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારનાર બેટર્સની યાદીમાં પણ સામેલ થઈ ગયો છે.

આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી (ભારતીય બેટર)

15 બોલ – વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ) વિરુદ્ધ RCB, ગુવાહાટી, 2026

13 બોલ – યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રોયલ્સ) વિરુદ્ધ KKR, કોલકાતા, 2023

14 બોલ – કે.એલ. રાહુલ (પંજાબ કિંગ્સ) વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, મોહાલી, 2018

15 બોલ – યુસુફ પઠાણ (KKR) વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા, 2014

15 બોલ – વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ) વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુવાહાટી, 2026

આઈપીએલમાં 20 થી ઓછા બોલમાં ફિફ્ટી (સૌથી વધુ વખત)

3 વખત – વૈભવ સૂર્યવંશી

4 વખત – નિકોલસ પૂરન

4 વખત – અભિષેક શર્મા

3 વખત – જેક ફ્રેઝર-મેકગર્ક

3 વખત – ટ્રેવિસ હેડ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here