SPORTS : ‘BCCIમાં ગૌતમ ગંભીરના અનેક દુશ્મન, સિલેક્ટર્સ પણ વિરુદ્ધમાં’ મુનાફ પટેલના દાવાથી હોબાળો

0
13
meetarticle

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મુનાફ પટેલે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અંગે એવો ચોંકાવનારો દાવો કર્યો છે, જેનાથી નવો વિવાદ ઉભો થઈ શકે છે. જોકે મુનાફે મનખોલીને ગંભીરના વખાણ પણ કર્યા છે. મુનાફનું કહેવું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ગૌતમ ગંભીરના અનેક દુશ્મન છે, સિલેક્ટર્સ પણ તેમના વિરુદ્ધમાં છે, તેમ છતાં તેઓ માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.

ખેલાડીઓ ગંભીરથી ડરે છે?

મુનાફ પટેલે ‘બોમ્બે સ્પોર્ટ એક્સચેન્જ’ના પૉડકાસ્ટમાં દાવો કર્યો છે કે, ગૌતમ ગંભીર માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. અનેક સિલેક્ટર્સ અને કોમેન્ટેટર્સને ગંભીર પસંદ નથી. મુનાફે ગંભીરના વખાણ કરતા કહ્યું છે કે, ‘તેમનો કડક સ્વભાવ જ તેમની મોટી શક્તિ છે. તેઓ મોટા નામોથી પ્રભાવિત થતા નથી. તેઓ ટીમમાં શિસ્ત જાળવવા માટે કડક નિર્ણય લેવાથી પણ ખચકાતા નથી. આ જ કારણે ખેલાડીઓ તેમનાથી ડરે પણ છે અને સન્માન પણ કરે છે.’

‘જો કોચ ખેલાડીઓને મિત્ર બનાવશે તો…’

મુનાફે એવું પણ કહ્યું છે કે, જો ગંભીરને કોચ પદેથી હટાવવામાં આવે તો ટીમ ઈન્ડિયાને સંભાળવી મુશ્કેલ થઈ જશે. તેમના દાવા મુજબ વર્તમાન સમયમાં ગંભીર એવા કોચ છે, જેમણે ખેલાડીઓ પર નિયંત્રણ રાખેલં છે. જો કોચ ખેલાડીઓને મિત્ર બનાવશે તો ટીમની સિસ્ટમ બગડી શકે છે.

80% સિલેક્ટર ગંભીરથી નાખુશ

પૂર્વ ક્રિકેટરે એમ પણ કહ્યું કે, ગંભીરના આ વલણના કારણે તેમના અનેક દુશ્મનો બની ગયા છે. બીસીસીઆઈમાં પણ તેમના અનેક દુશ્મનો છે. ગંભીરને કોમેન્ટ્રી પેનલના મોટાભાગના લોકો પસંદ કરતા નથી અને 80 ટકા સિલેક્ટર્સ પણ તેમનાથી નાખુશ છે.

મુનાફે ગંભીરના કર્યા વખાણ

તેમણે વધુમાં કહ્યું કે, અનેક પડકારો છતાં ગંભીર માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેઓ કોઈપણ વિવાદને નજરઅંદાજ કરીને ટીમને આગળ વધારી રહ્યા છે. તેમના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ સફળતા મળી છે, જે એ બાબતોનો પુરાવો છે કે, તેમનું વલણ ભલે કડક હોય, પરંતુ અસરદાર જરૂર છે.

ટીમ ઈન્ડિયા માટે ગૌતમ સફળ કોચ

આમ તો કોચ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ શાનદાર સફળતા મેળવી છે, તેમ છતાં તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. ગંભીરને જુલાઈ-2024માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનાવાયા છે, ત્યારથી અત્યાર સુધીમાં ભારત બે વખત ચેમ્પિયન બન્યું છે. તેની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા ICC ચેમ્પિયન ટ્રોફી-2025 અને T20 વર્લ્ડકપ-2026માં ચેમ્પિયન બની છે. આ સફળતાઓ છતાં ગંભીર વિરુદ્ધની ટીકાઓ ઓછી થઈ નથી. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here