SPORTS : આર્ચરી વર્લ્ડ કપ ફાઇનલમાં ધીરજ બોમ્માદેવરાએ સુવર્ણ ચંદ્રક જીત્યો: આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનો બીજો તીરંદાજ

0
10
meetarticle

તીરંદાજી વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતનાં ધીરજ બોમ્માદેવરા એ ગોલ્ડ મેડલ જીત્યો. રવિવારે રમાયેલ ફાઈનલ મુકાબલામાં ધીરજે જાપાનનાં નાકાનિશી જુન્યાને હરાવ્યો હતો. 5 સેટ સુધી ચાલેલા મુકાબલામાં બંનેનો સ્કોર 5-5ની બરાબરીએ રહ્યો હતો.

શૂટઑફમાં આવ્યું પરિણામ

સ્કોર બરાબરીએ રહ્યાં બાદ શૂટઑફમાં ધીરજે પરફેક્ટ 10નું નિશાન લગાવ્યું, જ્યારે જુન્યા 9 પોઈન્ટ જ હાંસલ કરી શક્યો. શૂટઑફમાં 1-1 તીર નિશાન પર લગાવવાની તક મળતી હોય છે. જે વધુ પોઈન્ટ હાંસલ કરે તે વિજેતા બને છે. ધીરજ તીરંદાજી વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતનાર ભારતનો બીજો તીરંદાજ બની ગયો છે. આ અગાઉ ડોલા બેનર્જીએ 2007માં દુબઈમાં મહિલા ઈન્ડિવિડ્યુઅલ રિકર્વ ઈવેન્ટનું ટાઈટલ જીત્યું હતું.

ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલમાં પણ મોટી જીત હાંસલ કરી

વર્લ્ડ રેન્કિંગમાં 10માં સ્થાન પર રહેલ ધીરજે ક્વાર્ટર ફાઈનલમાં તુર્કીયેના બર્કિંમ ટ્યૂમરને સીધા સેટમાં 7-1થી હરાવ્યો હતો. જે પછી સેમિફાઈનલમાં તેણે રિયો ઓલિમ્પિકનાં સિલ્વર મેડલ વિજેતા ફ્રાન્સનાં જ્યાં-ચાર્લ્સ વેલાડોન્ટને 7-1થી મહાત આપી હતી. ધીરજ પ્રથમવાર વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યો અને ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો. આ અગાઉ તે 2023માં સેમિફાઈનલ સુધી પહોંચ્યો હતો, પરંતુ બ્રોન્ઝ મેડલ મેચ હાર્યો હતો. 2024માં પણ તે અહીં મેડલ જીતી શક્યો નહોતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here