SURENDRANAGAR : ધ્રાંગધ્રામાં બિનવારસી બોલેરોમાંથી 3 લાખનો દારૂ ઝડપાયો

0
12
meetarticle

 ધ્રાંગધ્રામાં એલસીબીએ બિનવારસી બોલેરોમાંથી ત્રણ લાખનો દારૂ ઝડપાયો છે. પોલીસે દારૂની ૯૩૫ બોટલ, બોલેરો મળી છ લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે ફરિયાદ નોંધી છે.

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જે દરમિયાન માજી સૈનિક સોસાયટી ખાતે ખુલ્લા પ્લોટમાં એક શંકાસ્પદ બોલેરો કાર બિનવારસી હાલતમાં હોવાની બાતમીના આધારે એલીસીબી ટીમે સ્થળ પર જઈ બિનવારસી કારની તલાશી લેતા કારની પાછળના ભાગે ભૂસાના કોથળાની નીચેથી દારૂની નાની મોટી કુલ ૯૩૫ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ(કિં.રૂ.૩.૦૨ લાખ) તથા બોલેરો કાર (કિં.રૂ.૦૩ લાખ) સહિત કુલ રૂ.૬.૦૨ લાખનો મુદામાલ કબજે કરી કાર માલિક અથવા ચાલક વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here