Thursday, May 2, 2024
Homeનેશનલ હાઇવે પર અકસ્માત થયા બાદ તાત્કાલિક પોલીસ અને એંબુલન્સને જાણ થઇ...
Array

નેશનલ હાઇવે પર અકસ્માત થયા બાદ તાત્કાલિક પોલીસ અને એંબુલન્સને જાણ થઇ જાય, એવી ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી રહી છે

- Advertisement -

રોડ અકસ્માત થયા બાદ તાત્કાલિક ઘાયલને સારવાર મળી જાય, રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તેના માટે એક મહત્વપૂર્ણ યોજના પર કામ કરી રહી છે. એવી ટેક્નોલોજી તૈયાર કરવામાં આવી રહી છે જેથી નેશનલ હાઇવે પર અકસ્માત થયા બાદ તાત્કાલિક પોલીસ અને એંબુલન્સને જાણ થઇ જાય.

તમને જણાવી દઇએ કે કે આ વ્યવસ્થામાં એંબુલન્સ જીપીએસ સિસ્ટમથી સજ્જ હશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અત્યારે રોડ અકસ્માતને રોકવા માટે માટે ઘણા નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. મંત્રાલય દેશભરના એનઆઇટી (NIT) અન આઇઆઇટી (IIT) જેવી એન્જીનિયરિંગ સંસ્થાઓ સાથે મળીને રોડ અકસ્માત રોકવા પર કામ કરી રહી છે.

આ મેકેનિઝમથી ઘાયલો તાત્કાલિક સારવાર મળશે

કેંદ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય ના સચિવ ગિરિધર અરમને જણાવ્યું હતું કે રોડ સેફ્ટી માટે ઇમરજન્સી રિસ્પોન્સ મેકેનિઝ્મ પર કામ કરવામાં આવી રહ્યું છે. એબુંલેંસ, હોસ્પિતલ અને પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાતાં રોડ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર મળી શકે.

ગિરિધન અરમને કહ્યું કે દુર્ઘટના થતાં જ રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન મળશે. જલદી રોડ અકસ્માતના શિકાર થયેલા લોકો માટે કેશલેસ ટ્રીટમેંટ સ્કીમ શરૂ થશે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રલાય સાથે વાત ચાલી રહી છે.

નવા નિયમોથી ઓછા અકસ્માત

તમને જણાવી દઇએ સપ્ટેમ્બર 2019 માં મોટા વ્હીકલ એક્ટના નિયમોમાં સંશોધનને સખતાઇથી લાગૂ થયા બાદ દેશભરમાં રોડ અકસ્માતોમાં ઘટાડો આવ્યો છે. વર્ષ 2019 ના આંકડા અનુસાર દેશભરમાં 449,002 રોડ અકસ્માત, જેમાં 151,113 લોકોના મોત થયા હતા. જોકે આ પહેલાં જ્યારે મોટર વ્હીકલ એમેંડમેંટ એક્ટ લાગો ઓથયો હતો ત્યારે 3.86 ટકા વધુ થયા હતા.

મંત્રાલયનું માનવું છે કે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં મોટા દંડ અને અન્ય વ્યવસ્થાઓના લીધે વાહન ચલાવતી વખતે લોકો સાવધાની રાખવા લાગ્યા. જેથી રોડ અકસ્માતમાં ઘટાડો આવ્યો છે. જોકે ભારત અત્યાર અસુધી સૌથી રોડ અક્સ્માતોવાળા દેશમાં સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular